બન્ને ચીનીથી (ખાંડ અને ચાઇના) સાવધાન ઇન્ડિયા

112

થોડા દિવસ પેહલા જ આપણે વાત કરી હતી કે ખાંડ એ સફેદ ઝહેર છે ,જે આપણા શરીરને ધીમે ધીમે ખોખલું કરી નાખે છે. આજે આપણે બીજી એક ચીનીની વાત કરીશું કે જે પીઠ પાછળ વાર કરીને આપણા દેશ પર યુદ્ધ કરવાનું કાવતરું રચી રહ્યું છે. જી, હા તમને અંદાજો આવી જ ગયો હશે કે મારો સીધો ઈશારો ચાઇના તરફ છે. વારંવાર અનેક વખત શિખામણ અને સમજણ આપવા છતાં ચીન છે કે સમજવાનું નામ જ નથી લેતું. મુહ મે રામ ઔર બગલ મે છૂરીની માફક કાચિંડાની જેમ રંગ બદલનાર ચીન કોઈ વાતે સમજવા તૈયાર જ નથી. ખરા અર્થમાં જોવા જઈએ તો આમાં ક્યાંક ને ક્યાંક આપણો જ વાંક છે. કેટલા લોકોએ ચીની ફટાકડા નથી ફોડ્યા ??? કોને ચીની રમકડાં લેવાનું બંધ કર્યું ??? જોવા જઈએને તો સવારથી ઉઠતાની સાથે લેતા બ્રશથી માંડીને રાત્રે સૂતા સમયે સુધીમાં વપરાતી અનેક વસ્તુ સાથે ચાઇના સંકળાયેલું છે. આપણે સહુ ચાઈનાને ગાળો તો આપીએ છીએ પણ વસ્તુ પણ પાછી એનીજ વપરાય છે, કારણ તો કે ભારતમાં બનતી વસ્તુ કરતા તે દેખાવમાં પણ સુંદર હોય છે અને તેની કિંમત પણ ભારત દેશ કરતાં સસ્તી હોય છે. વાત તો સાચી છે આજની મોંઘવારીમાં સસ્તું બાધાને જ જોઈએ છે તો હવે આનો રસ્તો શું ???? યાદ રાખજો રસ્તો ક્યારેય સામે ચાલ્યે નથી મળતો, રસ્તો ગોતવો પડે અને ગોતીને તેના પર ચાલવાના પ્રયાસ કરવા પડે છે. સરકાર સાથે કદમ થી કદમ મિલાવીને આપણે આનો રસ્તો કાઢવો પડશે, બાકી એ સમય દૂર નથી કે ચીની પોતાના સાધનો વળે આપણને એટલા મજબૂર કરી દેશે જેથી કરીને આપણે ગરજે ગધેડાને બાપ બનાવવા જેવી હાલત કરી દેશે. દેશની અંદર પુષ્કળ પ્રમાણમાં યુવાધન પડ્યું છે જે દેશની શાન વધારી શકે છે, પણ જરૂર છે કઠોર નિયમ અને કાયદાની. આપણાં દેશના જ લોકો નાતી, જાત અને કોમ વાદ વચ્ચે રોજ નવી ધાંધલ ધમાલ કરી રહ્યા છે. દેશમાં નવી વસ્તુનો વિકાસ થાય એના કરતાં વધારે આંદોલનો દ્વારા સરકારી ચીઝ વસ્તુઓને નુકશાની પોહચી રહી છે, એવામાં આ દરેક નુકશાની ભરપાઈ ક્યાંક ને ક્યાંક તો આપણે જ ભોગવી રહ્યા છે જેનું ઉદાહરણ છે, સરકારી કરમાં વધારો, ઘુષણ ખોરી, લાંચ રૂશ્વત, ડ્રગ્સ, વિદેશી છોકરીઓનું ભારતમાં લાવીને દેહવ્યાપારના ધંધા.. હજી તો આ ટૂંકમાં વાત કરી હું અને તમે બધું જાણતા હોવા છતાં મારું ક્યાં બગડે છે એમ સમજીને ધક્કે પંચે ૧૦૦ કરીને રોજ સવારથી સાંજ પાડીને રાત્રે પથારીમાં પોઢી જઈએ છે. શું આમ જ દેશમાં બદલાવ આવશે ? ભલે અત્યારે આપણે અંગ્રેજોની હુકુમતમાં નથી પણ વિદેશની દરેક વસ્તુ પાછળ આપણે બ્રાન્ડના ગુલામ બની ગયા છે. સમય આવી ગયો છે સજાગ થવાનો બાકી સાહેબ તો ગમે તેટલું કહે પણ જ્યાં સુધી આપણે સુધારીએ નહિ ત્યાં સુધી પથ્થર પર પાણી. સાહેબ એક છે અને આપણે ૧૩૦ કરોડ એકડાની પાછળ એકલો હોય તો તે ક્યાં સુધી નભી શકે ?? પાછળ લશ્કર તો એને પણ જોઈને એટલે કે વિવિધતામાં એકતા લાવવાનો વારો આવી ગયો છે બાકી એવી કઈ તાકાત છે કે જે આપણાં દેશની જનતાને પછાડે, આગ તો સહુ કોઈના મનમાં છે જ, લડવા માટે અને મારવા માટે બસ હવે પ્રજલિત કરવાની બાકી છે, આશા છે કે મારા આ ટચૂકડા લેખ સાથે તમારા અને સહુ કોઈના મનમાં ચીની વસ્તુનો બહિષ્કાર કરવાનો અભિગમ પ્રજ્વલિત થાય અને દેશનો પૈસો દેશમાં રાખીને દેશી વસ્તુનો ઉપયોગ દેશના ઉદ્ધાર અને ઉછેર માટે થાય.
ભાવિક બી. જાટકીયા
સુરત : ૮૪૬૦૮૮૫૯૫૪

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે
Next articleટૂંક સમયમાં ધો. ૧થી ૫નો ઓફલાઈન અભ્યાસ શરૂ થશે