બોટાદ જિલ્લા પંચાયત મહિલા અને બાળવિકાસ ચેરમેન હંસાબેન ભરતભાઈ મેર દ્વારા રાણપુર શહેર ખાતે આવેલ આંગણવાડી કેન્દ્રોની સરપ્રાઈઝ મુલાકાત લેવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્રોમાં બાળકો તથા સગર્ભા તેમજ ધાત્રી માતાને આપવામાં આવતા સરકારી લાભો, આંગણવાડી કેન્દ્રોની સ્વચ્છતા,બાળકો ની વિગતો, વિવિધ સરકારી યોજનાઓના અમલીકરણ વગેરે બાબતોની ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન સામે આવેલ ક્ષતિઓ તાત્કાલિક ધોરણે દૂર કરવા તેમ જ આપ ક્ષતિઓનુ પુનરાવર્તન ન થાય એ બાબતે ભાર મૂકી સક્ષમ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.આ સરપ્રાઈઝ મુલાકાત દરમિયાન સામાજીક આગેવાન ભરતભાઈ મેર,રાણપુર જિલ્લા પંચાયતના બેઠકના સદસ્ય અને જન પ્રતિનિધિ કેશુભાઈ પંચાળા, રાણપુર તાલુકા પંચાયત બેઠકના સદસ્ય ઇશ્વરભાઇ પંચાળા સહીતના આગેવાનો હાજર રહ્યા હતા.આ બાબતે ચેરમેન સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે બોટાદ જિલ્લામાં આવેલ તમામ આંગણવાડી કેન્દ્રો સરકારી ધારાધોરણ મુજબ જ ચાલવા જોઈએ કોઈ પણ ગેરરીતિ કે શરમ ચલાવવામાં આવશે નહી.