અભિનેત્રી શ્રુતિ હસન લાલ લહેંગામાં છવાઈ ગઈ

100

મુંબઈ,તા.૧૭
સાઉથની બ્યુટી ક્વીન શ્રુતિ હસન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાની સાથે જોડાયેલી પોસ્ટ અને અપડેટ ફેન્સ સાથે શેર કરતી રહે છે. આવી સ્થિતિમાં તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે રેડ કલરના લહેંગા ખૂબ જ સુંદર લાગી રહી છે. આમાં તેની સુંદરતા જોઈને ચાહકો જોરદાર કમેન્ટ કરી રહ્યા છે અને તેના વખાણ કરતા થાકતા નથી. લાલ કલરના લહેંગામાં અભિનેત્રી સુંદર લાગી રહી છે. તેની તસવીરો વાયરલ થઈ રહી છે. પરંતુ શું તમે આ લહેંગાની કિંમત જાણો છો, જે અભિનેત્રીની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યો છે? આવો તમને જણાવીએ તેની કિંમત. ઉલ્લેખનીય છે કે, શ્રુતિ હસને ઈન્સ્ટાગ્રામ પર તેના રેડ કલરના લહેંગામાં તસવીરો શેર કરી છે. તે અનુશ્રીનો છે અને તેને શેર કરવાની સાથે અભિનેત્રીએ તેને ટેગ પણ કર્યું છે. ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, આ લહેંગાની કિંમત લગભગ ૩૪ હજાર રાખવામાં આપવામાં આવી છે. તેને જેકેટ લહેંગો પણ કહેવામાં આવે છે. અહીં આ લહેંગાની કિંમત લગભગ ૨૯ હજારથી શરૂ થાય છે. વેલ, જો આપણે સોશિયલ મીડિયા પર શેર કરેલ શ્રુતિ હાસનના ફોટામાં તેના લુક વિશે વાત કરીએ, તો અભિનેત્રીએ લાલ રંગનો લહેંગા પહેર્યો છે, સાથે તેણે વાળ પણ ખુલ્લા રાખ્યા છે. આટલું જ નહીં, શ્રુતિ હસને પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે મોટી ઈયરિંગ્સ અને મેટ કલરની લિપસ્ટિકનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત, તેની સુંદરતામાં, તેના વાળમાં ગુલાબના ફૂલો ચાર ચાંદ લગાવી રહ્યા છે. શ્રુતિ હસનની તસવીરો શેર થતાની સાથે જ તેના ફોટાને એક લાખથી વધુ લાઈક્સ મળી છે. અભિનેત્રીની તસવીરો વાયરલ થઈ રહી છે. આ બધાથી આગળ જો અભિનેત્રીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ફિલ્મ સલારમાં જોવા મળશે. આમાં તે અભિનેતા પ્રભાસ સાથે રોમાન્સ કરતી જોવા મળશે. આ સિવાય એક્ટર જગપતિ બાબુ પણ આ ફિલ્મમાં હશે.

Previous articleઆહિર દેવાયત બોદરની પ્રતિમાં મુકવા માંગ
Next articleઈન્ડિયા વતી રમવા માટે હજુ શેલ્ડ જેક્સનને શું કરવું પડશે : હરભજનસિંઘ