ભાવનગરમાંથી ગેસના બાટલા એકના ડબલ કરવાનું કૌભાંડ ઝડપાયું

110

ડીવાયએસપીની ટીમ, બી.ડીવીઝન પોલીસ, એસઓજી સહિતના કાફલાએ ઘોઘારોડ ચૌદનાળા વિસ્તારના રહેણાકી મકાનમાંથી ૯૬ ગેસના બાટલા સહિત લાખ્ખોના મુદ્દામાલ સાથે ૬ શખ્સની અટકાયત કરી
ભાવનગર શહેરના ચૌદનાળા વિસ્તારમાં આવેલ મફતનગર સ્થિત રહેણાંકી મકાનમાં રાંધણ ગેસ ના બાટલા માથી ગેસ કાઢી ખાલી રીફીલ ભરવાનું કૌભાંડ ઝડપાયું છે આ છ ભેજાબાજો એક બાટલા માથી ત્રણ કિલો ગેસ કાઢી ખાલી બોટલો ભરતા રંગેહાથ ઝડપાઈ જવા પામ્યા છે.

સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રાંધણગેસના બાટલામા ઓછું વજન સાથે અનેક ફરિયાદો વ્યાપક ફરીયાદો ને પગલે તંત્ર દ્વારા ખાનગી રાહે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ટીમને બાતમી મળી હતી કે શહેરના ઘોઘા રોડપર આવેલ ચૌદનાળા મફતનગર વિસ્તારમાં રહેતા રઝાક મનસુર ડેરૈયાના રહેણાંકી મકાનમાં દરોડો પાડતાં મકાન માલિક સહિત ૫ શખ્સો રાંધણગેસના બાટલા માથી ગેસ કાઢી ખાલી બાટલામા ભરી રહ્યાં હતાં આથી સીટી ડીવાયએસપી સફીન હસન બી ડીવીઝન પોલીસ એસઓજી ની ટીમે લોડીંગ રીક્ષા નં જી-જે-૩-એડબલ્યુ ૪૩૪૧ તથા જી-જે-૦૪ ડબલ્યુ ૭૨૧૯ કોમર્શિયલ રિફીલ ૩૪ ગૃહ વપરાશ માં ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડર ૬૨ ઈન્ડેન ગેસ મળી કુલ ૯૬ ગેસ સિલિન્ડર સાથે ૬ શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Previous articleરિલાયન્સ-ટાટાના શેરમાં કડાકો, સેન્સેક્સ ૩૧૪ પોઈન્ટ તૂટ્યો
Next articleજિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ગેરકાયદેસર બાયોડિઝલના ૬૦,૦૦૦ લીટરના જથ્થા સહિતનો મુદ્દામાલ સીઝ