ઉમરાળા મામલતદાર અમૃતલાલ અંટાલા તેમની ટીમની મધરાત્રે દિલધડક કામગીરી
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનાં રઘોળા ખાતે વિવિધ સ્થળોએ તા.૧૫ના રાત્રીના સમયે ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થઇ રહયું હોવાની જાણકારી મળતાં જેની આકસ્મિક ચકાસણી હાથ ધરી જિલ્લા પુરવઠા અઘિકારી ભૂમિકા વાટલિયા અને અમૃતલાલ અંટાલા મામલતદારશ્રી ઉમરાળા સાથે રંઘોળા ખાતે દરોડા પાડી સમગ્ર રાત્રિ દરમ્યાન કરવામાં આવેલ તપાસણીની કાર્યવાહીમાં ટીમ દ્વારા ગેરકાયદેસર બાયોડીઝલનો અંદાજિત ૬૦,૩૦૦ લીટરનો જથ્થો મળીને કુલ રૂ.૪૭,૧૯,૬૦૦/- કિંમતનો જથ્થો સરકારશ્રી વતી સીઝ કરવામાં આવ્યો હતો.
આ સીઝ કરેલ જથ્થા પૈકી બાયોડીઝલના નમુના પૃથક્કરણ અર્થે અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, ગાંધીનગરને મોકલવામાં આવશે. પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ સદરહું પેઢીના માલીકશ્રી વિરુદ્ધ મહેસુલી કલેકટરશ્રી, ભાવનગરની કોર્ટમાં કેસ ચલાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ અંગે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા જાહેર જનતાને જણાવાયુ છે કે, ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું ખરીદ/વેચાણ કરવુ કાયદેસરનો ગુન્હો બને છે. વઘુમાં જિલ્લાની જાહેર જનતાને અપીલ છે કે, જિલ્લામાં બાયોડીઝલના ખરીદ/વેચાણ અંતર્ગત કોઇ ગેરરીતિ જણાય તો તાત્કાલિક જિલ્લા પુરવઠા કચેરી, ભાવનગરનો સંપર્ક કરવો અથવા ઙ્ઘર્જ-હ્વટ્ઠદૃજ્રખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ પર ઇ-મેઇલથી જાણ કરવા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા અનુરોધ કરવામા આવ્યો છે.