વિહોતર ગ્રુપ ઓફ ભાવનગત દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાઈ ગયો

103

શિહોર તાલુકાના પીપરલાના પકવાન હોટેલ ખાતે વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના અધ્યક્ષ શ્રી જીવરાજ ભાઈ આલના અધ્યક્ષ સ્થાને તા.૧૭ને બુધવારે સાંજે ૭ઃ૩૦ કલાકે નૂતન વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાઈ ગયો. આ તકે અતિથિ વિશેષ તરીકે વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના ઉપાધ્યક્ષ અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી ગોકુલભાઈ કરમટીયા,ભાવનગર જિલ્લાના સામાજિક આગેવાન રત્નાભાઈ ચૌહાણ, મહામંત્રી અશ્વિનભાઈ દેસાઈ, મફતભાઈ રબારી,ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય કમલેશભાઈ ઉલવા,ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય વિજયભાઈ ખટાણા, નિવૃત્ત પી.આઈ. દાનાભાઈ ચૌહાણ, ગ્રામ દક્ષિણામૂર્તિ લોક શાળાના આચાર્યશ્રી વાઘજીભાઈ કરમટીયા તેમજ વિહોતર ગ્રુપ ઓફ ભાવનગર જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો, પાયાના કાર્યકરો સહિત બહોળી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા. આ તકે કાર્યક્રમના અધ્યક્ષ જીવરાજ ભાઈ આલે સૌ યુવાનો ને સંગઠિત થઈ એક બનો, નેક બનોનો મંત્ર આપ્યો હતો.ગોકુલભાઈ કરમટીયાએ યુવાનોને સમાજના ઉત્થાનમાં તન,મન અને ધનથી મદદરૂપ બનવા હાકલ કરી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિહોતર ગ્રુપ ઓફ ભાવનગરના અધ્યક્ષ નાગજીભાઈ આલ, રવિ ભાઈ આલ અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન પીઠાભાઈ કોડિયાતરે કર્યું હતું.

Previous articleજિલ્લાના ૬૯૨ ગામોના લાખો લોકોએ કાનૂની જાગરૂકતાનો લીધેલો લાભ
Next articleસમાજશાસ્ત્રમાં પ્રથમ વખત યોગ વિષય પર પીએચ.ડી કરતા ભાવનગરના રાધિકા વ્યાસ