કૃષિ કાયદા પાછા ખેંચાતા ઉજવણી

104

સિહોરના વડલા ચોકમાં ખેડૂતોએ એકબીજાના મોં મીઠા કરાવ્યા, ખેડૂતોએ કહ્યું- ‘આજે અમારી સાચી દિવાળી’
આજરોજ પ્રધાનમંત્રી દ્વારા ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરતા સિહોર વડલા ચોક ખાતે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા ભવ્ય આતશબાજી સાથે મીઠાઈ વહેંચી ખેડૂતોની ઐતિહાસિક જીતની શાનદાર ઉજવણી કરવામાં આવી. છેલ્લા એકવર્ષ કરતા વધારે સમયથી દેશભરમાં ચાલી રહેલ ત્રણ કાળા કાયદા ખેંચવાની માંગ સાથે ચાલી રહેલા આંદોલનમાં થતા અનેકવિધ કાર્યક્રમોમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટ હમેશા સહયોગ આપી રહ્યું હતું, ત્યારે આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ત્રણ કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત કરવામાં આવી ત્યારે ખેડૂતોમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. તેમજ ખેડૂતોની ઐતિહાસિક જીત થવાથી આજે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા સિહોર વડલા ચોક ખાતે ફટાકડા ઓ ફોડી આતશબાજી કરવામાં આવી અને સાથે સાથે મીઠાઈ વહેંચી ખેડૂતોની જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી તેમજ કિસાન એકતા ઝિંદાબાદ, જય જવાન જય કિસાન સાથે કિસાન હિત કી બાત કરેગા વો હી દેશ પે રાજ કરેગા ની નારેબાજી સાથે ખુબ જ શાનદાર ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટ ના પ્રદેશ અધ્યક્ષ ઘનશ્યામભાઈ મોરી, સિહોર તાલુકા પ્રમુખ લક્ષ્મણભાઇ રબારી, ખેડૂત આગેવાન રમણીક જાની, વિજયસિંહ સોલંકી કનીવાવ, કેશુ ભગત મોટા સુરકા, જીણાભાઈ બેલડીયા, બુધાભાઈ બારૈયા, તેમજ સિહોર પંથકના ખેડૂતો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.

Previous articleભાવનગરના પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠને “સ્ટ્રેસ મેનેજમેન્ટ પ્રોગ્રામ”નું આયોજન કર્યુ
Next articleમહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે આશરે રૂ.1 કરોડના ખર્ચે તૈયાર થયેલ ફૂટબોલ ગ્રાઉન્ડનું શિક્ષણમંત્રીના હસ્તે લોકાર્પણ