સરકાર પહેલાં વાઘાણીએ સોલાર પંપની જાહેરાત કરી દીધી

1323
gandhi1052018-3.jpg

આગામી દિવસોમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પૂરતી વીજળી મળે તે માટે એક મહત્વની યોજના અમલમાં મૂકાનાર છે. જો કે રાજ્ય સરકાર દ્વારા યોજનાની જાહેરાત થાય એ પહેલાંજ ખુદ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ સરકારી યોજનાની મીડિયા સમક્ષ જાહેરાત કરી દીધી. જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરના ખેડૂતોને ૯૦ ટાકા લોન અને સબસિડીથી આધુનિક સોલાર પમ્પ આપવામાં આવશે. સોલાર પેનલથી વીજળીની બચત થશે જેનાથી વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોને વધારાની આવક થશે તેનો ચેક સીધો ખેડૂતોના ખાતામાં જમા થશે. આયોજનાથી ખેડૂતોને દિવસે પૂરતી વીજળી મળશે.
ખેડૂતોને પડતી મુશ્કેલીમાંથી મુક્તિ અપાવા માટે આ યોજના સૌથી મહત્વપૂર્ણ સાબિત થશે. કિસાન મોરચા સાથે પણ આ સંદર્ભે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, એક તરફ પ્રદેશ ભાજપની મહત્વની બેઠકમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સંગઠનના આગેવાનો સમક્ષ ઊર્જા મંત્રી સૌરભ પટેલ સોલાર યોજના અંગે પ્રેઝન્ટેશન આપતા હતા. ત્યારે બીજી તરફ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પોતેજ બેઠકમાંથી બહાર આવીને મુખ્યમંત્રી દ્વારા આ યોજનાની જાહેરાત કરાય તે પહેલાંજ પ્રદેશ પ્રમુખે રાજ્ય સરકારની મહત્વપૂર્ણ યોજનાની જાહેરાત કરી દીધી હતી.
રાજ્ય સરકાર યોજનાની જાહેરાત કરે તે પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખે જાહેરાત કરી દેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. જોકે અગાઉ પણ સરકારી જાહેરાત પક્ષ તરફથી થઇ હતી. જોકે આ મુદ્દે પક્ષના મોવડીઓએ હોદ્દેદારોને ખબરદાર કર્યા હતા.
આગામી ૧૫ થી ૨૦ દિવસ બાદ ખેડુતો માટે સુખી યોજનાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવશે. ખેડુતો પોતાના ખેતરો માં સોલાર પેનલ નાખી ને વીજળી ઉત્પન્ન કરશે. વપરાશ ઉપરાંત વધારાની વીજળી રાજ્ય સરકાર ખેડૂતો પાસે થી ખરીદશે. જેના બદલામાં ખેડૂતો ને માસિક આવક થશે. રાજ્ય અને કેન્દ્ર સરકાર યોજનામાં સબસીડી આપશે. સંગઠન ના આગેવાનો પાસે યોજના માટે સૂચનો લેવાયાં.

Previous articleબ્રહ્માણી માતાના પ્રતિષ્ઠા મહોત્સવ નિમીતે પ્રથમ દિવસે હવન
Next articleપોલેન્ડની યુનિવર્સિટીઓના અધિકારીઓની ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીની મુલાકાતે