શહેરના માર્ગો પર વધતાં જતાં અકસ્માતો સાથે પેચીદી બનતી ટ્રાફિક સમસ્યાઓ ને લઈને ભાવનગર ટ્રાફિક પોલીસ દ્વારા અદ્યતન ટેકનોલોજી થી સજ્જ સીસીટીવી કેમેરા સહિતના ઉપકરણો ના ઉપયોગ સાથે ટ્રાફિક નિયમોની કડક અમલવારી માટે વિશેષ ઝુંબેશ હાથ ધરી હોય જેનો સત્તાવાર અમલ શરૂ કરવામાં આવ્યો છે.શહેરમાં માર્ગ અકસ્માતોનુ પ્રમાણ ઘટાડવા સાથોસાથ લોકો-વાહન ચાલકો સુરક્ષિત ડ્રાઈવ સાથે સલામત ડ્રાઈવિંગ કરે એ હેતુસર પોલીસ તંત્ર દ્વારા અલગ અલગ પગલાં ઓ લેવામાં આવે છે ત્યારે તાજેતરમાં ભાવનગર શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ઇન્ફડ્ઢ કેમેરા ટ્રાફિક સિગ્નલ પર લગાવવામાં આવ્યા છે અને ટ્રાફિક નિયમોનું કડક પણે પાલન થાય તે બાબત પર ભાર મૂકી અમલવારી શરૂ કરવામાં આવી છે ટ્રાફિક પીઆઈ પી.ડી પરમાર તથા સ્ટાફે સિગ્નલો પર ટ્રાફિક અવરનેસ અંગે વાહન ચાલકોને માર્ગદર્શન આપ્યું હતું તથા નિયમો નું પાલન કરવા અનુરોધ કર્યો હતો.