શીખ અને સીંધી સમાજના આરાધ્ય ગુરૂનાનક દેવની ૫૫૨મી જન્મ જયંતીની આજે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના રસાલા કેમ્પ, સિંધુનગર સ્થિત ગુરૂદ્વારાઓમાં સવારથી દર્શન કરવા લોકો આવી રહ્યા છે. જ્યારે રસાલા કેમ્પ ગુરૂદ્વારા ખાતેથી બપોરે ૨.૩૦ કલાકે ભવ્ય શોભાયારા કાઢવામાં આવશે જે વિવિધ વિસ્તારોમાં ફરીને સિંધુનગર પહોંચશે.