પેહલા જ ચોખવટ કરું છું કે આજે થોડીક કટાક્ષ ભરી વાત કરીશ. પૈસાનો અહમ તો માણસને ડ્રગ્સની જેમ શરીરના અંગો અંગ પર ચોંટી ગયો છે. પૈસામાં જેટલી ગરમી નથી એનાથી વધારે તો લોકોના વાણી, વર્તન અને વ્યહવારમાં જોવા મળે છે. પૈસા જ આપણો બધો વ્યહવાર, સ્ટેટસ અને આવરદા સાચવે છે તેમાં કોઈ બાધ નથી, પરંતુ શું ગરીબ માણસ એ માણસ નથી ???? અને આ ઈગો આપણને સહુને સ્કૂલ અને કોલેજના સમયથી જ જોવા મળે છે. ચલો હવે જઈએ થોડા ફ્લેસબેકમાં… રેડી, સ્ટેડી અને ગો.. આવી ગયા બધા પોતાના ૭-૯-૧૦માં ધોરણમાં ???? અરે થોડુક જોર થી બોલો…. હા હા, ઓકે ઓકે સંભળાયું … અરે આ ઠંડીના લીધે કાનમાં રૂ ના પુગળા હતા એટલે ઓછું સંભળાયું… હા તો પોત પોતાની ધારણા પ્રમાણેના ધોરણમાં આવી ગયા હશો. સ્કૂલની રિસેસ યાદ કરો જ્યારે તમારા નાસ્તામાં બ્રેડ બટર અને બાજુ વાળો સેવ મમરા લાવ્યો હોય, યાદ કરો જ્યારે તમારા યુનિફોર્મ પર થીગડું મારેલું હોય, યાદ કરો એ સોસાયટીની રમત કે જ્યારે તમે ધોકો લઈને રમતા હોય અને બીજો મિત્ર ક્રિકેટની કીટ લાવતા બીજા દોસ્તો એની પાસે પોહચી જાતાં. હવે આવો આજની રિયલ લાઇફમાં નોકરી કરતા આપણી સાથેના અનેક લોકો કોઈક ઉચ્ચ, મધ્યમ અને કોઈક સાવ ગરીબ વર્ગનું હશે, અંતર પર હાથ રાખીને કેજો આપણા મનમાં એના માટેની ગ્રંથી કેવી હોય છે આપણે એમને આપણા સાથે નથી જમાડતા પણ વાસણ એમના હાથે જ ધોવડવીએ છે, આપણે એમને અડકવાનું પસંદ નથી કરતા પણ ચા અને કોફી એમના હાથે ભરેલા મગને જ આપણી જીભ પર રાખીને પિયીએ છે. આપણે એમના કાળા હાથથી જોઈને ચીડ ચડી છે અને એ જ હાથે ઘડી કરેલા કપડાં આપણે બીજા દિવસે પેહેરીએ છે. આવા તો લાખો ઉદાહરણ છે કે જેમાં આપણે જે લોકો ને નીચા ગણીએ છીએ એવા લોકોના હાથને સ્પર્શીને આપણા ઘરે ઘઉં, ચોખા અને દાળ પોંહ્ચે છે અને ત્યારે જ આપણે સિરો, લાપસી અને દાળ બાટીનો ટેસડો માળીયે છીએ હવે આજથી તમે શું કરશો એનો જવાબ તમારે તમારી જાતને આપવાનો છે છેતરો તો પણ તમે તમનેજ છેતરો છો અને જો સાચું કહો છો તો તમે એક શ્રેષ્ઠ મનુષ્ય બનવા માટે એક ડગલું આગળ વધી રહ્યા છો.
ભાવિક બી. જાટકિયા
સુરત , ૮૪૬૦૮૮૫૯૫૪