મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે ક્ષત્રિય સમાજ દ્વારા રેલી

898
guj1052018-3.jpg

રાજુલા શહેરમાં પ્રથમ વખત મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે સુર્યસેના ગ્રુપ દ્વારા શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં સુર્યસેના પ્રમુખ અજયભાઈ ખુમાણના અધ્યક્ષસ્થાને શોભાયાત્રા નિકળી હતી. જેમાં મોટીસંખ્યામાં ક્ષત્રિય યુવાનો જોડાયા હતા અને ખાસ કરી ક્ષત્રિયોની પરંપરા મુજબ અશ્વો પણ મોટીસંખ્યામાં હતા અને સાથે સાથે કાર બાઈકનો કાફલો પણ શોભાયાત્રામાં જોડાયો હતો અને શહેરના મુખ્ય માર્ગો પર જય ભવાની જય ભવાની જય રાજપુતાના નારા સાથે શહેર ગુંજી ઉઠ્યું હતું સાથે સાથે ક્ષત્રિય સમાજના યુવાનોએ શોભાયાત્રામાં શક્તિ પ્રદર્શન પણ કર્યુ હતું અને અશ્વ પણ આ શોભાયાત્રામાં જોડાતા યુવાનોમાં ભારે થનગનાટ જોવા મળ્યો હતો. રાજુલા પંથકમાં ક્ષત્રિય સમાજની વસ્તી ખૂબ વધુ હોવાને કારણે આજે પણ તેમની પરંપરા જાળવી રાખી છે. શહેર અને ગ્રામીણ વિસ્તારના ક્ષત્રિય યુવાનો બપોર બાદ શોભાયાત્રામાં જોડાયા હતા સાથે સાથે રાજુલા પોલીસ તંત્ર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. સુર્ય સેના દ્વારા આગામી દિવસોમાં પણ ભવ્ય કાર્યક્રમ અને સમાજની સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે સંગઠનની પણ બેઠક બોલાવવામાં આવશે.

Previous articleપોલેન્ડની યુનિવર્સિટીઓના અધિકારીઓની ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીની મુલાકાતે
Next articleગોહિલવાડ પંથકમાં સારા વરસાદની આશા સાથે ધરતીપુત્રોએ શરૂ કરેલી આગોતરી તૈયારી