ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે, બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત શૈશવ સંસ્થાની પ્રવૃત્તિઓની માહિતી અપાઈ

134

ભાવનગરમાં ‘આંતર રાષ્ટ્રીય બાળ દિવસ’ અંતર્ગત એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ,જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઈલ્ડ લાઇન ભાવનગરના સંયુક્ત ઉપક્રમે અને આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ રૂપે ભાવનગરના સર્કિટ હાઉસ ખાતે એકદિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વાઘવાડી રોડ પર આવેલ સર્કિટ હાઉસ ખાતે આજરોજ આંતર રાષ્ટ્રીય બાળ દિવસની ઉજવણીના ભાગરૂપે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકલ્યાણ સમિતિ, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ, સ્પેશ્યલ જુવેનાઇલ પોલીસ યુનિટ, પોલીસ વેલ્ફેર ઓફિસર, ગર્લ્સ અને બોયઝના ચિલ્ડ્રન હોમ ભાવનગરના તેમજ બાળ સુરક્ષા અને સમાજ સુરક્ષાના કર્મચારીઓને બાળ કલ્યાણની વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ASP સફીન હસને ઉપસ્થિત રહી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમજ ભાવનગરમાં બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત ‘શૈશવ સંસ્થા’ ની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી પણ આપવામાં આવી હતી.

Previous articleભારે વરસાદથી તિરૂપતિ મંદિરમાં શ્રદ્ધાળુ ફસાયા
Next articleમાર્કેટિંગ યાર્ડ મગફળીથી છલકાયું