સિહોર ગુરૂદ્વારામાં ધજા ચડાવતા સમયે ૧૦૦ ફુટનો પિલર ધરાશાયી થતા દોડધામ

102

ક્રેઇનમાં ખામી સર્જાતા પડેલા પિલરમાં એક યુવાનને ગંભીર ઇજા થતા હોસ્પિટલ ખસેડાયો
સિહોરમાં આવેલા ગુરુદ્વારામાં ગુરુનાનક ઉજવણીમાં ધાર્મિક નિશાન સાહિબની ધજની ધાર્મિક વિધીમાં હાઈડ્રોલિક ક્રેનમાં ખામી સર્જાતા ધ્વજા માટેનો અંદાજીત ૧૦૦ ફૂટ ઉંચાઈ ધરાવતા પિલ્લર પડતા અકસ્માત સર્જાયો હતો. જયંતીની ધાર્મિક વિધી દરમિયાન સૌમિલ રતઈ ઉ.વ.આશરે ૨૦) નામના યુવક પર પિલ્લર પડતા તેને ગંભીર ઈજા પહોંચી હતી જેને સારવાર અર્થે ભાવનગર ખસેડાયો હતો . બનાવને પગલે ગુરૂદ્વારામાં નાસભાગ મચી હતી. પિલ્લર ભીડની વિરૂદ્ધની દિશામાં પડ્યો હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. જોકે આ બનાવમાં પિલ્લર સીધો યુવકના માથે પડતા ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

Previous articleશહીદ કોરોના યોધ્ધાના પરિવારને મુખ્યમંત્રી સહાય ફંડમાંથી રૂપીયા ૨૫ લાખની સહાય
Next articleતિર્થનગરી પાલિતાણામાં શરૂ થશે છ’રી પાલીત યાત્રા