બરવાળા તાલુકાના નાવડા ગામની સીમમાંથી નર્મદા મહીપરીએજ સૌરાષ્ટશાખાની પેટા કેનાલનું કામ નબળી ગુણવતાવાળુ તેમજ ભ્રષ્ટાચારયુકત,ટેન્ડરની શરત મુજબનું કામ કોન્ટ્રાકટર ધ્વારા કરવામાં નહિ આવતા નવા નાવડા તેમજ જુના નાવડા ગામના સરપંચ સહિત ૭૦ થી ૮૦ જેટલા ખેડુતો ધ્વારા કાર્યપાલક ઈજનેર(સૌરાષ્ટ્ર શાખા નહેર ધંધુકા)મુખ્ય ઈજનેર(સૌરાષ્ટ્ર શાખા નહેર રાજકોટ) કલેકટર(બોટાદ)જિલ્લા વિકાસ અધિકારી(બોટાદ) પ્રાંત અધિકારી(બરવાળા) મામલતદાર(બરવાળા) તાલુકા વિકાસ અધિકારી(બરવાળા) ધારાસભ્ય(ધંધુકા) સહિતના અધિકારીઓને આ અંગે લેખિક, મૌખિક રજુઆતો છેલ્લા ઘણા સમયથી કરવામાં આવેલ હોવા છતા કેનાલનું કામ ગુણવતાયુકત નહિ થતા કેનાલનું કામ ટેન્ડર મુજબ ગુણવતાયુકત કરવા ખેડુતો ધ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના નવા નાવડા તેમજ જુના નાવડા ગામની વનાળીયા થી ભાઠા સુધીની સીમમાંથી સૌરાષ્ટ્ર શાખા નહેર પેટા વિભાગ નં.૧/ર-બી,વલ્લભીપુર મુખ્યકેનાલમાંથી પેટા કેનાલ પસાર થાય છે જેનુ કામ છેલ્લા ઘણા વર્ષોથી ચાલુ છે જે કામ હજુ સુધી પુર્ણ થયેલ નથી.જે પેટા કેનાલનું કામ નબળી ગુણવતાવાળુ તેમજ ભ્રષ્ટ્રાચાર યુકત થતુ હોવાથી કેનાલમાં ઠેર ઠેર ગાબડા અને તીરાડો પડી ગયેલ છે.જેના કારણે કેનાલનું પાણી જમીનમાં જમા થવાથી જમીનમાં ક્ષાર ઉપસી આવે તેમજ જમીન બીનઉપજાવ અને લુણાવાળી થઈ જવાની શકયતાઓ રહેલી છે.
જુના નાવડા તેમજ નવા નાવડા ગામમાંથી પસાર થતી સૌરાષ્ટ શાખા નહેર પેટા વિભાગ નં.૧/ર કેનાલનું કામ ભ્રષ્ટ્રાચાર યુકત,નબળી ગુણવતાવાળુ કરવામાં આવે છે તેમજ કેનાલની બહારના ભાગે પ્રેસીંગથી કામ કરવુ જોઈએ જે કામ કરવામાં આવતુ નથી અને ટેન્ડરની શરતો પ્રકાણે કોન્ટ્રાકટર ધ્વારા કામ કરવામાં નહિ આવતા આ પેટા કેનાર શરૂ થયા તે પહેલા જ ગાબડા અને તીરાડો પડી તુટી ગયેલ છે.
આ અંગે ઉચ્ચ કક્ષાએ અનેકવાર મૌખિક-લેખિત રજુઆત કરવામાં આવેલ હોવા છતા તંત્ર ધ્વારા યોગ્ય નિરાકરણ નહિ આવતા ખેડુતો ધ્વારા આગામી દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.