હર ઘર દિવાળી પ્રોજેક્ટ તળે ગરીબોને ૧૮૦૦ મિઠાઇના બોક્સનું વિતરણ

102

દર વર્ષની જેમ આ વર્ષે પણ રોબીન હુડ આર્મી દ્વારા હર ઘર દિવાળી પ્રોજેક્ટ અંતર્ગત શહેરના જુદા જુદા સ્લમ વિસ્તારોમાં ફરી ત્રણ દિવસમાં ૧૮૦૦ થી વધુ મિઠાઇના બોક્સનું (૫૦૦ કિલો) જરૂરીયાતમંદ પરિવારમાં વિતરણ કરી તેની સાથે દિવાળી ઉજવવાનો પ્રયાસ માત્ર કરવામાં આવ્યો હતો. જેમાં નૈકિ ફાઉન્ડેશન દ્વારા ૮૦૦ થી વધુ બોક્સ અનુદાન સ્વરૂપે અપાયા હતાં. રોબીન હુડ આર્મી ભારત સહિત વિશ્વના ૧૧ દેશોમાં ૨૫૫ શહેરોમાં કાર્યરત છે. ઝીરો બેલેન્સ ફંડ સંસ્થા હોવાથી રોકડ દાન સ્વીકારાતું નથી. પરંતુ વસ્તુના સ્વરૂપના સ્વીકારી જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. તહેવારોની ઉજવણી કરવા રોબીન હુડ આર્મીના સભ્યો ઉપરાંત શહેરના પ્રબુદ્ધ સેવાભાવી લોકો દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યું છે.

Previous articleકૃષિ કાયદા પાછા ખેંચાતા સીટુએ આતશબાજી કરી
Next articleવિકી સાથે લગ્ન કર્યા બાદ કેટરીના વધારે ધ્યાન આપશે