ભારત દેશને સોને કી ચિડિયાનું બિરુદ વર્ષો જૂનું એમનેમ નથી મળ્યું તેની પાછળનું કારણ છે ભારત દેશની જમીન ફળરૂપ છે, અહીંયા બીજનું વાવેતર કરો એટલે મબલક પાકનું ઉત્પાદન થાય છે. દરેક દેશને આર્થિક વૃદ્ધિ કરવા માટે વિદેશી બેંક નાણાંની સહાય લોન મારફતે આપે છે, એવીજ રીતે આપણાં દેશને પણ વિદેશી બેંક પાસેથી લોન મળેલી છે જેથી કરીને મોઘવારી તેમજ અનેક આર્થિક સંક્રમણો સામે સશક્ત ઉભા રહી શકાય. આર્થિક વૃદ્ધિ માટેની યોજના માટે સરકારના કાર્યને સો સો સલામી પણ એક બાજુ પૈસાની તંગી અને બીજી બાજુ કરોડોના ડ્રગ્સ, ઇન્કમટેક્સની રેડ દરમિયાન મળતા કરોડોના કાળા નાણાં, પુષ્કળ પ્રમાણમાં મળતું બેનામી સોના, ચાંદી અને ખોબલા ભરીને મળતા ઝવેરાત. અગણિત પ્રમાણમાં મળતી બેનામી જમીન અને મિલકત, અગણિત પ્રમાણમાં રહેલ ભારતીયોના વિદેશમાં પૈસા આ બધું છે શું ???? હા, મારી જેમ તમારે પણ આ સવાલ કરવાનો અધિકાર છે અને તે પણ ડર્યા વગર. સવાલ કોઈ એક પક્ષને નથી પણ આજ સુધી આવી ચૂકેલી દરેક રાજ્યની અને કેન્દ્રની સરકારોને છે. આજે જનતાની અદાલતમાં, લોકો આજ સુધીની સરકારને પૂછે છે, કેમ ભાઈ??? અમારા પણ પરિવાર છે, અમારે પણ સમાજમાં રેહવાનું છે, અમારે ત્યાં પણ સારા નરસા પ્રસંગ આવે છે. અર્થતત્રમાં ભલે આપણી સમજણ ઓછી છે પણ કેટલો સમય હજી ??? અમે કોને ફરિયાદ કે કોના પર કેસ કરવા જઈએ ?? અમારી ફરિયાદ કંઈ ન્યાયાલયમાં સાંભળવામાં આવશે ???? નાના મોઢે મોટી વાત, પણ કેમ મોટા ઉધોગપતિઓ પૈસા આપવાની ના પાડી દે અને બેંક આખી ફડચામાં જાય અને સરકારે એ બેંકને પાછળથી ટેકો દેવો પડે? જનતા માંગે છે સવાલ, શું આ મોટા મહારથીઓ કે જેને ત્યાંથી ૫૦૦ થી લઈને ૫૦૦૦ કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ મળે છે તો એમાં ક્યાંય ને ક્યાંય નાનાથી લઈને મોટા લેવલ સુધીના સાહેબની મિલી ભગત સ્પષ્ટ પણે દેખાય આવે છે, એટલે શું સામાન્ય માણસની પેઢીઓ ની પેઢીઓ એ આખી જિંદગી ગધા વૈતરાં કરવાના??? કરોડોની સંપત્તિ જપ્ત કર્યા પછી, આટલી મોટી મોટી રેડ પાડવા છતાં, હજારો કરોડ દર મહિને જીએસ્ટી મળ્યા પછી પણ વિદેશી બેંકનું દેણું ઓછું કેમ નથી થતું, હાલની સરકાર સમસ્યા સુધારવાના અનેક પ્રયાસો કરી રહી છે તેની ના નથી પણ જેને આ લંપટ ગીરી કરી છે તે બધા તો. મસ્ત મહેલમાં આરામ જ કરે છે. આજ એક મુખ્ય કારણ છે કે મોટા ભાગની આજની યુવા પેઢી ભારત દેશમાં રેહવા કરતા પોતે વિદેશ જઈને સેટલ થઈ ડોલરમાં કમાવા જઈ રહી જેનું કારણ એક જ છે, મજૂરી ત્યાં પણ છે અને આપણે ત્યાં પણ છે પણ ફરક એટલો છે અહીંયાના લોકોને ગુનો કર્યા પછી પણ સજા થવી હોય તો જ થાય છે જ્યારે વિદેશમાં પેહલેથીજ સજાના નામ પર લોકોને એવી શિખામણ અને સમજણ આપી દેવામાં આવે છે કે ગુનો કરવાવાળો ગુનો કરવા પેહલા જ થર થર કાપી ઉઠે છે જેનું ઉદાહરણ આપણા પાડોસી દેશનું આપું કે દુબઈમાં માણસ ૧૦ ફૂટ દૂર હોયને ત્યાં મોટામાં મોટી ફોર વિલરે પણ ગાડી ધીમી પડી દેવી પડે નહિ તો ૨૦૦૦-૨૫૦૦ રૂપિયાનો ચાંદલો લાગી જાય અને તેમ છતાં જો તે ગુનો કરે છે તો આંકરી સજાને પાત્ર બને છે.
ભાવિક બી. જાટકિયા
સુરત-૮૪૬૦૮૮૫૯૫૪