રાજય સરકારે ભાવનગર શહેરના વિકાસ કામો માટે રૂા.ર૭.૮૭ કરોડની રકમનો ચેક મહાનગર પાલિકાના મેયર નિમુબેન બાંભણીયાને મુખ્યમંત્રી દ્વારા સુપ્રત કરાયો હતો. આ પ્રસંગે ચેરમેન સુરેશભાઈ ધાંધલ્યા, કમિ.એમ.એ.ગાંધી, સીટી એન્જી.ચંદારાણા, પાર્ટી નેતા યુવરાજસિંહ ગોહિલ અને દંડક રાજુભાઈ રાબડીયા હાજર રહયા હતા. મેયરએ વિકાસ કામો માટે અપાયેલ આર્થિક સહાયોગ બદલ મુખ્યમંત્રી અને સરકારનો આભાર વ્યકત કર્યો હતો.