છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૪૮૮ કોરોનાના નવા કેસ નોંધાયા

75

છેલ્લા ૨૪ કલાકમાં ૩૧૩ લોકોના મોત થયા : ૨૪ કલાકમાં ૧૨૩૮૯ લોકો કોરોનાથી સાજા થયા છે, જે બાદ સાજા થયેલા લોકોની સંખ્યા ૩૩૯૨૨૦૩૭ પર પહોંચી
નવી દિલ્હી, તા.૨૧
છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસના ચેપના ૧૦,૪૮૮ નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન દેશમાં ૩૧૩ લોકોએ રોગચાળાને કારણે પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. જોકે, સારી વાત એ છે કે, દેશમાં સાજા થનારા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૨,૩૮૯ લોકો કોરોનાથી સાજા થયા છે, જે બાદ સાજા થયેલા લોકોની કુલ સંખ્યા ૩,૩૯,૨૨,૦૩૭ પર પહોંચી ગઈ છે. ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી જોવામાં આવી રહ્યું છે કે, કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા સાજા થનારા લોકોની સંખ્યા કરતા ઓછી છે. આ જ કારણ છે કે, દેશમાં સક્રિય કેસ પણ ઘટી રહ્યા છે. દેશમાં સક્રિય કેસ ઘટીને ૧,૨૨,૭૧૪ થઈ ગયા છે. જે છેલ્લા ૫૩૨ દિવસમાં સૌથી ઓછો છે. આ સાથે દેશમાં રિકવરી રેટમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રિકવરી રેટ ૯૮.૩૦ ટકા પર પહોંચી ગયો છે. માર્ચ ૨૦૨૦ પછી આ સૌથી વધુ છે. તે જ સમયે, દેશમાં સક્રિય કેસ કુલ કેસના ૧ ટકાથી ઓછા રહ્યા છે. હાલમાં તે ૦.૩૬ ટકા છે અને તે માર્ચ ૨૦૨૦ પછી સૌથી નીચો છે. તે જ સમયે, દૈનિક પોઝિટિવિટી દર ૦.૯૮ ટકા છે, જે છેલ્લા ૪૮ દિવસથી ૨ ટકાથી નીચે છે. તે જ સમયે, છેલ્લા ૫૮ દિવસોમાં સાપ્તાહિક પોઝિટિવિટી દર ૨ ટકાથી નીચે છે. તે ૦.૯૪ ટકા છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત દેશમાં રસીકરણનો ગ્રાફ સતત વધી રહ્યો છે. દેશમાં હવે કુલ ૧૧૬.૫૦ કરોડ રસીના ડોઝ લોકોને આપવામાં આવ્યા છે.

Previous articleકૃષિ કાયદાના બિલને બુધવારે મંજૂરી મળે તેવી શક્યતા
Next articleભાવનગરમાં સેનેટરી ઇન્સ્પેક્ટર બેરોજગાર યુવા સમિતિએ વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ભરતી કરવામાં આવે તેવી રજૂઆત કરી