નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આજે બેઠક મળી હતી. જેમાં વિપક્ષોએ કાળો શર્ટ પરિધાન કરીને વિરોધ દર્શાવ્યો હતો.
વિપક્ષી સભ્યોએ આક્ષેપ કરતા જણાવેલ કે, છેલ્લી ઘણી સાધારણ સભામાં કોંગ્રેસ પક્ષના સભ્યો દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો એજન્ડામાં સમાવાતા નથી અને શાસકો તેમનું મનસ્વી વલણ અપનાવી શિક્ષણને લગતા કે બાળકોને લગતા પ્રશ્નો એજન્ડામાં લેવાના બદલે ચીલાચાલુ પ્રશ્નો લેવામાં આવે છે. ઉપરાંત સભ્ય પદ જોખમમાં મુકાય ત્યારે બે મહિને ૧-ર દિવસ બાકી હોય ત્યારે સભા બોલાવી સભ્ય પદ બચાવી લે છે. જેના વિરોધમાં ગાંધીગીરી કરીને શાસક સભ્યોને ગુલાબ આપવા ઉપરાંત વિપક્ષના સભ્યોએ કાળા શર્ટ પહેરીને વિરોધ નોંધાવ્યો હતો અને કોંગ્રેસના સભ્યો દ્વારા પુછવામાં આવતા પ્રશ્નોનો સમાવેશ કરી ચર્ચા કરવા માંગણી કરાઈ હતી. આજની સભામાં શાસક તથા વિપક્ષના સભ્યોએ ચર્ચામાં ભાગ લીધો હતો.