પહેલા દિવસે શાળાઓમાં બાળકોની પાંખી હાજરી
‘કોરોના’ મહામારીની સંભવિત ત્રીજી લહેરની આશંકાઓને પગલે રાજ્ય સાથોસાથ ભાવનગર શહેર-જિલ્લામાં 20 માસ સુધી પ્રાથમિક શાળાઓમાં ઓફલાઈન શિક્ષણકાર્ય બંધ રહ્યાં બાદ આજરોજ ફરી એકવાર શહેર-જિલ્લામાં આવેલી પ્રાઈમરી સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. રાજ્ય શિક્ષણબોર્ડ તથા મેડિકલ વિભાગની ગાઈડલાઈન મુજબ શિક્ષણકાર્ય બહાલ કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા દિવાળીનું વેકેશન પૂર્ણ થયા બાદ ધોરણ 1થી 5ની શાળાઓ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. બે વર્ષ જેવા કોરોનાના લોકડાઉનને લઈને શાળાઓને બંધ રાખવામાં આવી હતી, પરંતુ કોરોનામાંથી રાહત મળતા શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. જેને લઇને શાળાઓ દ્વારા કોરોનાની ગાઈડલાઈન અનુસરી શાળાઓનો પ્રારંભ કરાયો હતો. શાળાઓમાં ફરીથી બાળકોનો કલબલાટ જોવા મળ્યો હતો. તો શાળાઓ શરૂ થવાને લઈને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા બે વર્ષ બાદ ગાઈડલાઈન મુજબ શાળાઓ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીને લઈને લોકડાઉન આપવામાં આવ્યું હતું. જે લોકડાઉનમાં તમામ વેપાર ધંધાઓની સાથે શાળા કોલેજો પણ બંધ રાખવામાં આવી હતી. જોકે, ધીરે-ધીરે કોરોનાની મહામારીમાં રાહત મળવાની સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વેપાર-ધંધા ઓને ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે હવે કોરોના માહિતી ખૂબ જ રાહત મળતાની સાથે જ રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ પણ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી ધોરણ 6થી 12ની શાળાઓ તેમજ કોલેજનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા દિવાળી વેકેશન પૂર્ણ થયા પછી ધોરણ 1થી 5ની શાળાઓનો પણ પ્રારંભ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આજથી ભાવનગરમાં પણ શાળાઓનો પ્રારંભ કરાયો છે. કોરોના મહામારીને લઈને શાળાઓમાં સંપૂર્ણપણે કોરોનાની ગઇડલાઇનને અનુસરી સોશિયલ ડિસ્ટન્સ સાથે સીમિત સંખ્યામાં હાજરી તેમજ માસ્ક પહેરવા કરવા સહિતની ગઇડલાઇનને અનુસરી શાળાઓ શરૂ કરવામાં આવી હતી. શાળાઓ શરૂ થતા જ વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં પણ હર્ષની લાગણી જોવા મળી હતી. જોકે, ઓનલાઇન શિક્ષણ શરૂ હતું પરંતુ ઓનલાઇન શિક્ષણ મારફતે વિદ્યાર્થીઓને કોઈ ને કોઈ મુશ્કેલી નડતી હોવાથી અભ્યાસ કરવામાં મુશ્કેલી પડતી હોવા અંગે વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા જણાવ્યું હતું. હવે જ્યારે ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ થયો છે, ત્યારે વિદ્યાર્થીઓ શિક્ષકો સામે સારી રીતે અભ્યાસ કરી શકશે. જેને લઇને વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી જોવા મળી હતી. શાળાની વિધાર્થીની પરમાર ધ્રુવીએ જણાવ્યું હતું કે, આજથી અમારી શાળાઓ શરૂ થતાં અમે ખુબ જ ખુશ થયા છીએ. ઓનલાઈન શિક્ષણને કારણે અમે અમારા મિત્રો તથા શિક્ષકો સાથે હળીમળી નહોતા શકતા હવે, અમે મિત્રો સાથે બેસીને રમતો, સાથે બેસીને નાસ્તો કરવાની મજા આવશે. મહાલક્ષ્મી શાળાના આચાર્ય સુમિતાબેન એ જણાવ્યું હતું કે આજ થી બે વર્ષ શાળા બંધ હોવાને કારણે ઓનલાઈન શિક્ષણ શરૂ હતું. પેહલા ઓનલાઈન શિક્ષણમાં બાળકો ને થોડી તકલીફો પડતી હતી, પણ આજથી ઓફલાઈન શિક્ષણ શરૂ થતાં બાળકો, શિક્ષકો અને શાળામાં આનંદ છવાયો છે.