યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સના નેજા તળે દેશભરની તમામ રાષ્ટ્રીયકૃત બેન્કોના ૧૦ લાખ કર્મચારીઓએ, ઈન્ડિયન બેન્ક એસોસીએશનના નકારાત્મક અને ગેરવ્યવહારૂ અભિગમનો વિરોધ કરવા દેશવ્યાપી આંદોલનનું આહવાન આવેલ. જેના ભાગરૂપે આજે બેંક કર્મીઓએ સુત્રોચ્ચાર કર્યા હતા.વિવિધ બેન્કોના તમામ સ્તરના ૧૦ લાખ બેંક કર્મચારીઓને અસરકર્તા, અગાઉના દ્વિપક્ષીય કરારની અવધી ઓક્ટોબર-ર૦૧૭માં સમાપ્ત થયેલ છે. ગત તા.પ મે, ર૦૧૮ના રોજ મુંબઈ ખાતે બેઠક મળેલ. જેમાં ઈન્ડિયન બેંક એસોસીએશન દ્વારા માત્ર બે ટકા પગાર વૃધ્ધિની દરખાસ્ત કરેલ. જેના વિરોધમાં તમામ સંગઠનોએ આજે દેશભરના તમામ શહેરોમાં વિરોધદર્શક દેખાવોના કાર્યક્રમનો આદેશ આપેલ.આજરોજ ભાવનગર શહેરના તમામ બેન્કોના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, વાઘાવાડી રોડ ખાતે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સામુહિક સુત્રોચ્ચાર દ્વારા વિરોધને વાચા આપેલ.