અકસ્માત ઉપરાંત કુદરતી આપત્તિ વેળાએ આ વાહનો અતિ ઉપયોગી સાબિત થશે
રાજયના ગૃહ વિભાગ દ્વારા ભાવનગર ટ્રાફિક પોલીસને બે અદ્યતન ટેકનોલોજી થી સજ્જ વાહનોની ફાળવણી કરવામાં આવી આ વાહનો થકી ટ્રાફિક નિયમોનું ચુસ્ત પણે પાલન કરાવવા સાથે ગંભીર માર્ગ અકસ્માત ભૂકંપ વાવાઝોડું જેવી કુદરતી આપત્તિ વેળાએ આ વાહનો બહું ઉપયોગી સાબિત થશે. રાજ્ય ના મહાનગરોમાં ટ્રાફિક પોલીસ વિભાગને અદ્યતન સાધનોથી સજ્જ કરવા માટે કરોડો ના ખર્ચે હાઈટેક ટેકનોલોજી થી સજ્જ વાહનોની ફાળવણી કરવામાં આવી છે જેમાં મેટ્રો શહેરમાં બબ્બે વાહનો જયારે મહાનગરોમાં બે વાહનો ફાળવવામાં આવ્યાં છે જેમાં એક છે ઈન્ટરસેફ્ટ મોબાઈલ વાન તથા બોલેરો કેમ્પર ઈન્ટરસેફ્ટ મોબાઈલ વાનમાં આઠ ઈન્ફારેડ એટલે કે નાઈટ વિઝન કેમેરા સ્પિડગન તથા મેમો જનરેટ કરી શકાય એવી સુવિધા સાથે ઓવરસ્પિડ વાહનોને નિયંત્રિત કરી શકવાની સમર્થતા આ વાહન ધરાવે છે જયારે બોલેરો કેમ્પર વાનમાં વૂડ કટર ફસ્ટેડ મેડિકલ સારવાર રેકોર્ડિંગ કેમેરા સાથે ક્ષતિગ્રસ્ત નાના વાહનોને રોડપર થી દૂર ખસેડી શકે એવી ક્રેઈન પણ મોજુંદ છે આ બંને વાહનો કોઈ પણ આપાતકાલીન સમયે ઉપયોગમાં લઈ શકાશે ભાવનગર ટ્રાફિક પોલીસના આઠ પ્રસિક્ષિત પોલીસ જવાનો આ વાહનોને ઓપરેટર કરશે આ માટે આ જવાનોને ખાસ તાલીમ આપવામાં આવી છે આ બંને વાહનો નિયત સમયમાં જેતે સ્થળે પહોંચી શકશે અને તત્કાળ કામગીરી શરૂ કરશે રૂટિન પેટ્રોલીંગ સાથે કોઈ પણ અકસ્માત ના સમયે જરૂર પડ્યે ૧૦૦ નંબર ડાયલ કરવાથી આ સેવા તુરંત ઉપલબ્ધ બનશે રોડપર પડેલા બંધ વાહનો તૂટી પડેલ વૃક્ષો ને હટાવવા કે જે ડિઝાસ્ટર વિભાગ દ્વારા કરાતી કામગીરી છે એ કામગીરી પણ આ વાહનો થકી સુલભતા થી થઈ શકશે આમ ભાવનગર ટ્રાફિક પોલીસ ની સેવામાં સુવિધાના વધુ બે અગ્રતમ પાસાં ઓ ઉમેરવામાં આવ્યાં છે.