ગુજરાતની ૧૦,૮૭૯ ગ્રામ પંચાયતની ચુંટણી જાહેર

86

રાજ્યના ૧૦,૮૭૯ ગામોમાં આજથી આચારસંહિતાનો અમલ : રાજ્યના ૧૦,૮૭૯ ગામોની ચુંટણી તા. ૧૯ ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે અને ત્યારબાદ ૨૧ ડિસેમ્બરે મતગણતરી થશે
ગાંધીનગર, તા.૨૨
રાજ્યની ૧૦,૮૭૯ ગ્રામ પંચાયતની ચૂંટણીનીતારીખો જાહેર કરી દેવામાં આવી છે. રાજ્ય ચૂંટણીપંચે જાહેરાત કરી હતી કે ૧૦,૮૭૯ ગામોમાં ચૂંટણી માટે ૧૯ ડિસેમ્બરે બેલેટ પેપરથી મતદાન થશે અને ૨૧ ડિસેમ્બરના મતગણતરી કરવામાં આવશે. આ ચૂંટણી માટે ૨૯ નવેમ્બરે જાહેરનામું પ્રસિદ્ધ થશે અને ૪ ડિસેમ્બરથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થશે. રાજ્યમાં કુલ ૧૦૮૮૨ ગ્રામ પંચાયત માટે ચૂંટણીની તારીખો જાહેરાત થતાં જ આજથી આચારસંહિતા પણ લાગુ થઇ ગઈ છે. જાહેરનામુ પ્રસિદ્ધ કરવાની તારીખ ૨૯ નવેમ્બર છે એટલે કે ઉમેદવારો આ તારીખથી પોતાની દાવેદારી પત્રક ભરી શકશે. ૪ ડિસેમ્બર ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે જે બાદ ૬ ડિસેમ્બર ફોર્મ ચેકિંગ કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ ૭ ડિસેમ્બર છે. ૧૯ ડિસેમ્બરે ચૂંટણીનું મતદાન થશે અને જો જરુર પડે તો ૨૦ ડિસેમ્બરે પુનઃ મતદાન પણ યોજાઇ શકે છે. સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી લોકો મતદાન કરી શકશે. જે બાદ ૨૧ ડિસેમ્બરે મત ગણતરી યોજાશે. ૨૪ તારીખે ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ થઇ જશે. ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયામાં નોટાનો પણ ઉપયોગ કરી શકાશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બેઠકો પ્રમાણે ઈફસ્ મશીન વ્યવસ્થા ન હોવાથી બેલેટ પેપરથી ચૂંટણી યોજાશે અને ચૂંટણી પંચ દ્વારા તમામ પ્રકારનું આયોજન હાથ ધરી દેવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. ગ્રામ પંચાયતોની આ ચૂંટણી માટે ભાજપ સરકાર અને સંગઠને તૈયારી શરૂ કરી દીધી છે, પણ વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હજુ સંગઠનની રચનામાં અટવાયેલા છે. કોંગ્રેસમાં તો હજુ પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પણ જાહેર કરવામાં આવ્યા નથી. ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી હોવા છતાં કોંગ્રેસમાં હજુ સંગઠનની નવી ટીમ બની નથી. પરિણામે ગુજરાત કોંગ્રેસ હજુ પણ વેરવિખર છે. જેની સાથે ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી લેનારી આમ આદમી પાર્ટી પણ હજુ કોઈ ચોક્કસ વ્યૂહરચના વિના આગળ વધી રહી હોવાનું જણાઇ રહ્યું છે.

Previous articleટ્રેનમાં ટ્રેન થઈને બેસો
Next article૨૪ કલાકમાં કોરોનાના ૮,૪૮૮ દર્દીઓ નોંધાયા