૨૪ કલાકમાં કોરોનાના ૮,૪૮૮ દર્દીઓ નોંધાયા

102

૫૩૮ દિવસમાં સૌથી ઓછા કોરોના કેસ નોંધાયા : ભારતમાં ૧૨,૫૧૦ લોકો આ વાયરસના પ્રકોપથી સાજા થયા છે, ૨૪૯ લોકોના સંક્રમણના કારણે મોત થયા છે
નવી દિલ્હી, તા.૨૨
કોરોના મહામારી પર કાબૂ મેળવવા માટે ચાલી રહેલા વિશાળ રસીકરણ અભિયાનમાં સતત મળી રહેલી સફળતા વચ્ચે વધુ એક રાહતભર્યા સમાચાર આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં ૫૩૮ દિવસ બાદ આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે એક દિવસમાં સૌથી ઓછા કોરોના કેસ રિપોર્ટ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૮,૪૮૮ નવા દર્દીઓ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં ૧૨,૫૧૦ લોકો આ વાયરસના પ્રકોપથી સાજા થયા છે જ્યારે ૨૪૯ લોકોના સંક્રમણના કારણે મોત થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો તેમાં પણ ઘટાડો નોંધાયો છે. દેશમાં હાલ સક્રિયા કેસની સંખ્યા ૧,૧૮,૪૪૩ છે. જે કુલ કેસની ૦.૩૪ ટકા છે. આ દર માર્ચ ૨૦૨૦ બાદ સૌથી ઓછો છે. જયારે છેલ્લા ૨૪ કલાકમાં મહામારીથી ૨૪૯ લોકોના મોત થયા જ્યારે ૧૨,૫૧૦ લોકો ઠીક થયા. નવા કેસમાંથી ૫૦૮૦ જેટલા કેસ એકલા કેરળમાંથી નોંધાયા છે. જ્યાં ૪૦ લોકોએ કોરોનાથી જીવ પણ ગુમાવ્યા છે. કેરળમાં હજુ પણ સ્થિતિ ચિંતાજનક છે. કેન્દ્ર સરકારે વિશાળ રસીકરણ અભિયાન માટે એક મહિના સુધી ચાલનારા હર ઘર દસ્તક અભિયાન શરૂ કર્યુ છે. જે હેઠળ હવે સ્વાસ્થ્યકર્મીઓ લોકોને ઘરે ઘરે જઈને વિના મૂલ્યે રસી આપશે.

Previous articleગુજરાતની ૧૦,૮૭૯ ગ્રામ પંચાયતની ચુંટણી જાહેર
Next articleગેહલોતે નવા મંત્રીઓને વિભાગોની ફાળવણી કરી