મ.કૃ.ભાવનગર યુનિવર્સિટી ખાતે મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ અભિમુખતા કાર્યક્રમ યોજાયો

1042
bvn10520185-7.jpg

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા આજે યુનિવર્સિટી નવા કોર્ટ હોલ ખાતે મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ અભિમુખતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
કોઈપણ રાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસ માટે માનવસંસાધનનો વિકાસ અત્યંત મહત્વનો હોય છે. કૌશલ્ય સુધાર એ માનવ સંસાધનનું મહત્વ અંગ છે. સંસ્થામાં આપેલ તાલીમ કૌશલ્ય મેળવવા માટે પુરતી નથી હોતી પરંતુ તેના માટે કામના સ્થળે પ્રત્યેક્ષ તાલીમની જરૂરીયાત મહત્વની હોય છે. તે માટે એપ્રેન્ટિસ એક્ટ અમલમાં છે ત્યારે યુનિવર્સિટી દ્વારા આગામી સમયમાં એપ્રેન્ટિસ એન્ગેજ કરવામાં મહત્વની ભૂમિકા ભજવવાની છે એવું યુધિનિયમની જોગવાઈ મુજબ માનવબળ ધરાવતા એકમોની કુલ માનવબળની સંખ્યામાં ૨.૫ થી ૧૦ ટકા ની મર્યાદામાં એપ્રેન્ટિસ ભરતી કરવી ફરજિયાત છે ત્યારે યુનિવર્સિટી સંચાલિત અને સંલગ્ન કોલેજોમાં પણ એપ્રેન્ટિસ એન્ગેજમેન્ટ માટે પ્રોત્સાહિત કરવા માટેનો યુનિવર્સિટીનો આ પ્રયાસ છે. ભારત સરકાર દ્વારા નેશનલ એપ્રેન્ટિસ પ્રમોશનલ સ્કીમ તથા ગુજરાત સરકારની મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજનાની કાયદાકીય અને વ્યવહારૂ સમજ જિલ્લાના એપ્રેન્ટિસ એડવાઈઝર પી.એમ. પંડિતે આપેલ.
આગામી દિવસોમાં યુનિવર્સિટી કેમ્પસ ખાતે એપ્રેન્ટિસ ભરતી મેળો યોજવાનો છે ત્યારે યુનિવર્સિટી સંલગ્ન કોલેજો એપ્રેન્ટિસ પોર્ટલ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી લે અને યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ “ટ્ઠિીહૈંષ્ઠીજરૈિ.ર્ખ્તદૃ.ૈહ” પોર્ટલ પર પોતાની નોંધણી કરાવી લે તે જરૂરી છે. તેવી સમજ નાયબ કુલસચિવ ડો.જયદિપસિંહ ડોડિયાએ આપેલ.
યુનિવર્સિટી દ્વારા આ યોજનાના સુચારૂ અમલ માટે એક કમિટી પણ બનાવવામાં આવેલ જેમાં ડો.એન.સી.દેસાઈ, ડો. સોનવણે, ડો.પી.એમ. ડોલિયા, ડો.બી.સી. અજમેરા, ડો.જયદિપસિંહ ડોડીયા, ડો.એચ.ડી.વ્યાસ તથા યુનિ. એમ્પ્લો. બ્યુરોના નાયબ વડાની નિમણુંક કરવામાં આવેલ છે.

Previous articleસિંધુનગર ખાતે ફરસાણનાં ગોડાઉનમાં વિકરાળ આગ
Next articleઢસાનાં મોટા ઉમરડા ગામે મામાનાં ઘરે આવેલા દંપત્તિએ આપઘાત કર્યો