સ્વાસ્થય સેવાના નવા આયામ સાથે ભાવનગરના આંગણે ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત હોસ્પિટલને દર્દી-નારાયણની સેવા થકી સદ્ભાવનાની જ્યોત પરજ્જવલિત કરવાના ઉદ્દેશ્ય સાથે માધવ ચેરીટેબલ ટ્રસ્ટ એ પોતાની ૬ યોજના દ્વારા શિવાલીક આરોગ્યધામનો શુભારંભ કર્યો. અંબીકા આશ્રમના રમજુબાપુ, નાની ખોડિયારના ગરીબરામબાપુ, મોંઘીબાની જગ્યાના જીણારામબાપુ, ખોડિયાર ધામના સજન માતાજીની ઉપસ્થિતિમાં લોકસાહિત્યકાર માયાભાઇ આહિર અને હેમરાજસિંહ ચુડાસમાના હસ્તે ઉદ્દઘાટન કરાયેલ. આ કાર્યક્રમમાં કુલપતિ મહિપતસિંહ ચાવડા, ધારાસભ્ય કનુભાઇ બારૈયા, વાસુદેવસિંહ ગોહિલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. શિવાલીક આરોગ્યધામ-ભાવનગરના પ્રેસિડેન્ટ ભરતસિંહ જે મોરી, મેનેજીંગ ડિરેક્ટર ડૉ. મિતેષ વાઘેલા, એડવાઇઝર વિપુલસિંહ પરમાર તેમજ માર્ગદર્શક ડૉ. દલપતભાઈ ડી. કાતરીયા દ્વારા આરોગ્ય ક્ષેત્રે સરકારની વિવિધ યોજનાઓની સાથે સાથે ટ્રસ્ટ એ પોતાની યોજના દ્વારા સેવાનું નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે.શિવાલીક આરોગ્યધમમાં હૃદયરોગ વિભાગ, ક્રિટિકલ કેર, (ૈંઝ્રેં) વિભાગ, જનરલ સર્જરી વિભાગ, કાન-નાક-ગળાની સારવાર, સ્વાસ અને ફેફસાંના રોગોનો વિભાગ, ગેસ્ટ્રો સર્જન(પેટના રોગો), પ્રસુતિ, સ્ત્રીરોગ અને લેપ્રોસ્કોપી, હાડકાનો વિભાગ, બાળરોગ વિભાગ, (દ્ગૈંઝ્રેં શ્ ઁૈંઝ્રેં), ચામડીના રોગોની સારવાર, કસરત વિભાગ, દંતચિકિત્સા વિભાગ, આંખનો વિભાગ, યુરોલોજી અને ન્યુરો સર્જરી વિભાગમાં નિષ્ણાત ડોક્ટરો સેવા આપશે.