ન્યુદિલ્હી, તા.૨૩
કાનપુરનુ ગ્રીન પાર્ક ભારત-ન્યૂઝીલેન્ડ ની પ્રથમ ટેસ્ટ ની યજમાની માટે તૈયાર છે. બંને ટીમ સોમવારે કાનપુર પહોંચી છે. ટીમ ઈન્ડિયા પણ આજે પ્રેક્ટિસ કરશે. ટીમ ઈન્ડિયા એ ત્રીજી ્૨૦ મેચમાં ન્યુઝીલેન્ડ ને ૭૩ રને હરાવી ટી૨૦ સીરીઝ પર કબ્જો કરી લીધો છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં ક્લીન સ્વીપ કરી લીધું છે.રવિચંદ્રન અશ્વિને તેની યુટ્યુબ ચેનલ પર વાત કરતા કહ્યું કે દિલ્હી કેપિટલ્સ ટીમ તેને રિટેન નહીં કરે. તેણે કહ્યું જો દિલ્હી કેપિટલ્સે તેને જાળવી રાખ્યો હોત તો મેનેજમેન્ટે તેને અત્યાર સુધીમાં જાણ કરી દીધી હોત.અશ્વિને આ વાત માત્ર પોતાના માટે જ નહીં પરંતુ ટીમના પૂર્વ કેપ્ટન શ્રેયસ અય્યર વિશે પણ કહી હતી. તેણે કહ્યું- મને નથી લાગતું કે, દિલ્હીની ટીમ આગામી સિઝન માટે પણ શ્રેયસ અય્યરને રિટેન કરશે. તમને જણાવી દઈએ કે શ્રેયસ અય્યરે ૈંઁન્ ૨૦૨૦ માં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરી હતી, આ સિઝનમાં ટીમ પહેલીવાર ૈંઁન્ ફાઈનલ રમી હતી. મ્ઝ્રઝ્રૈંની રિટેન્શન પોલિસી મુજબ, એક ફ્રેન્ચાઈઝી વધુમાં વધુ ૪ ખેલાડીઓને રિટેન કરી શકે છે. પોતાની યુટ્યુબ ચેનલ પર આર અશ્વિને દિલ્હી કેપિટલ્સના રિટેન કરાયેલા ખેલાડીઓ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો. તેણે પોતાનું અને શ્રેયસ અય્યરનું નામ પડતું મૂક્યું અને કહ્યું કે દિલ્હીની ટીમ ૩થી વધુ ખેલાડીઓને રિટેન નહીં કરે. તેણે ટીમના કેપ્ટન રિષભ પંતની સાથે પૃથ્વી શો અને એનરિચ નોર્ટને રિટેન કરાયેલા ખેલાડીઓ તરીકે રાખ્યા હતા. આર અશ્વિન આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ, પૂણે, પંજાબ કિંગ્સ તરફથી પણ રમી ચૂક્યો છે. અશ્વિનને દિલ્હી પહેલા કિંગ્સ ૧૧ પંજાબની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, તેણે ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી. અત્યાર સુધી અશ્વિને આઈપીએલમાં કુલ ૧૬૭ મેચ રમી છે. અશ્વિને આઈપીએલમાં ૧૪૫ વિકેટ ઝડપી છે.