૧૫ થી ૩૧ ડિસે.ના રોજ શહેરના પ્રત્યેક મંડલમાં પ્રશિક્ષણ વર્ગના આયોજન અંગેની બેઠક યોજાએલ

102

ગુજરાત પ્રદેશ ભાજપ સી. આર. પાટીલજીની સૂચના અને માર્ગદર્શન મુજબ, કાર્યકરોનું ઘડતર થાય, રાષ્ટ્રવાદ, અંત્યોદય સહિત પક્ષની વિચારધારા આરોપાય તે માટે, આગામી ૧૫ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં ભાવનગર શહેર ભાજપના પ્રત્યેક વોર્ડમાં પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવાનું છે, ત્યારે આ પ્રશિક્ષણ વર્ગને સફળ બનાવવા માટે ગત ૨૩ નવેમ્બર ૨૦૨૧ અને મંગળવારના રોજ સાંજે ૬-૦૦ કલાકે ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે એક મિટિંગ યોજાએલ. જેમાં સુરેન્દ્રનગર જીલ્લાના પૂર્વ પ્રમુખ ચંદ્રશેખરભાઈ દવે, ભાવનગર શહેર ભાજપના અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યા, મહામંત્રી યોગેશભાઈ બદાણી, અરુણભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, પૂર્વ શહેર પ્રમુખ ટી. એમ. પટેલ, વરિષ્ઠ આગેવાનો સહિત સમગ્ર શહેર ભાજપ સંગઠન, વોર્ડ સંગઠન, મહાપાલિકાના પદાધિકારીઓ અને ચૂંટાયેલા નગરસેવકો, તમામ સેલ-મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ, શિક્ષણ સમિતિના સદસ્યો વિગેરે ઉપસ્થિત રહેલ. તેમ ભાવનગર શહેર ભાજપ મીડિયા કન્વીનર હરેશભાઇ પરમાર અને સહકન્વીનર તેજસભાઈ જોશીની યાદી જણાવે છે.

Previous articleસિહોરથી વલભીપુર જતા મજૂરો ભરેલા વાહને પલટી ખાધી, ૧૫ જેટલા ખેત શ્રમિકોને નાની-મોટી ઈજાઓ
Next articleભાવનગરમાં સતત છઠ્ઠા દિવસે કેસ ન નોંધાતા રાહત