ભાવનગરમાં સતત છઠ્ઠા દિવસે કેસ ન નોંધાતા રાહત

96

અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ ૨૯૮ દર્દીઓનું અવસાન થયા
ભાવનગર જિલ્લામાં આજે એકપણ કોરોનાનો કેસ ન નોંધાયો રાહત થઈ હતી. જિલ્લામાં ચાર દિવસ પહેલા જ કોરોના મુક્ત થયું છે, શહેરમાં હવે માત્ર એક જ કેસ જ રહ્યો, ભાવનગર જિલ્લામાં કોરોના કાબુમાં આવી રહ્યો છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી કોરોના કાબુમાં આવી રહ્યો છે. તેની સામે સંભવિત કોરોનાની ત્રીજી લહેરની પણ ભીતિ છે. ત્યારે ભાવનગર જિલ્લામાં કોરોના નાબૂદ થતો હોય તેમ લાગી રહ્યું છે, પણ હરખાવાની કોઇ જરૂર નથી કારણ કે, જો સાવધાની હટી તો દુર્ઘટના ઘટી જેવી સ્થિતિ સર્જાઇ શકે છે. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૦ અને તાલુકાઓમાં ૦ કેસ મળી કુલ ૦ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામાં આવી હતી. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨૧ હજાર ૪૬૮ થવા પામી છે. આજે ભાવનગર જિલ્લામાં આજે એકપણ કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ ન નોંધાતા રાહત થઈ હતી, જિલ્લામાં નોંધાયેલા ૨૧ હજાર ૪૬૮ કેસ પૈકી હાલ ૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં ૨૯૮ દર્દીઓનું અવસાન થયા છે.

Previous article૧૫ થી ૩૧ ડિસે.ના રોજ શહેરના પ્રત્યેક મંડલમાં પ્રશિક્ષણ વર્ગના આયોજન અંગેની બેઠક યોજાએલ
Next articleગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા નગરપાલિકાઓને ફાળવેલ ગ્રાન્ટની સમીક્ષા બેઠક યોજાઇ