અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે પ્રથમ ૪૮ કલાકમાં મળશે ’ ૫૦ હજાર

1011
guj1052018-6.jpg

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે લોકો માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. અકસ્માત દરમિયાન વહેલામાં વહેલી તકે સારવાર મળી રહે તે માટે સરકારે પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે. નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા કહ્યું કે અકસ્માતમાં રાજ્ય સરકાર રૂપિયા ૫૦ હજાર સુધીનો ખર્ચ ઉઠાવશે. કોઈ પણ ખાનગી કે સરકારી હોસ્પિટલમાં પ્રથમ ૪૮ કલાકનો ખર્ચ સરકાર ભોગવશે. કારણ કે મોટા ભાગના લોકોના મોત સમયસર સારવાર ન મળવાના કારણે થતાં હોય છે. જેને ધ્યાને રાખીને રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.
આમ કોઈ પણ ખુણે અકસ્માત સર્જાયો હશે તો તેના પહેલા ૪૮ કલાકનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. વ્યક્તિ દીઠ સરકાર ૫૦ હજાર રૂપિયાની સહાય કરશે. સરકારે જાહેરાત કરતા કહ્યું છે કે કોઈ પણ વ્યકિત ગુજરાતી હોય કે બિન ગુજરાતી તમામ લોકોનો ખર્ચ ગુજરાત સરકાર ઉઠાવશે.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પ્રજાલક્ષી નિર્ણય લેવા અંગે નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસકોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સર્વે પ્રમાણે દર વર્ષે આશરે ૨૯,૦૦૦ માર્ગ અકસ્માત થાય છે જેમાં દર વર્ષ ૬૪૮૩ વ્યક્તિના મોત પોતાનો અમુલ્ય જીવ ગુમાવે છે.  જે પણ વ્યક્તિ અકસ્માતમાં ઇજા થાય એ વ્યક્તિને તાત્કાલિક સારવાર આપવામાં આવે તો એમનું જીવન બચાવી શકાય છે. જેના પગલે ગુજરાત રાજ્યમાં કોઇપણ વિસ્તારમાં કોઇપણ વાહનમાં કોઇપણ બેઠેલા વ્યક્તિને અકસ્માત થવાના કારણે થાય જે કોઇપણ ગુજરાતી કે બિનગુજરાતી હોય એવા ઇજાગ્રસ્તોને ઝડપથી સારવાર આપવા માટે નજીકમાં ઉપલબ્ધ સારામા સારી ખાનગી હોસ્પિટલો, ટ્રસ્ટ કે સરકારી હોસ્પિટલ હોય કે સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે તે માટે મહત્વનો નિર્ણય કર્યો છે. 
પૈસાના અભાવે લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો ન આવે તે માટે દાખલ કરવામાં આવેલા દર્દીઓના પ્રથમ ૪૮ કલાકમાં ઇજાગ્રસ્તને કોઇપણ જાતની સારવાર માટે ૫૦,૦૦૦ સુધીનો ખર્ચ રાજ્ય સરકાર ચૂકવશે.  કોઇપણ ગરીબ, અજાણ્યો વ્યક્તિ દરેક પ્રકારના લોકોને અકસ્માતના પહેલા ૪૮ કલાકમાં વધુમાં વધુ ૫૦,૦૦૦ની સહાય આપવાનો સરકારે નિર્ણય કર્યો છે.અકસ્માત દરમ્યાન ઇજાગ્રસ્ત લોકો ઝડપથી કોઇપણ ખાનગી સહિતની કોઇપણ હોસ્પિટલમાં સારવાર લેશે તો પ્રથમ ૪૮ કલાક દરમ્યાન ઇજાગ્રસ્તનું ડ્રેસીંગ, સ્ટેબીલાઇઝેશન, ફ્રેક્ચર સ્ટેબીલાઇઝેશન, શોકની પરિસ્થિતિની સારવાર, એક્સ-રે ઇજાના ઓપરેશનો, સીટી સ્કેન, એમ.આર.આઇ., અલ્ટ્રા સાઉન્ડ, બ્લડ ટ્રાન્સ્ફ્યુઝન, માથાની ઇજાની સારવાર અને ઓપરેશન, ઘનિષ્ઠ સારવાર એકમમાં સારવાર (ૈંઝ્રેં), પેટ અને પેઢુની ઇજાઓ જેવી તમામ પ્રકારની સારવાર માટેનો તમામ ખર્ચ જે તે હોસ્પિટલોને સીધે-સીધો રાજ્ય સરકાર દ્વારા ચુકવાશે. જેથી કોઇ ગરીબ કે મધ્યમ વર્ગનો ઇજાગ્રસ્ત દર્દી સારવારના અભાવે જીવન ન ગુમાવે તેવો મહત્વનો પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે.આ સાથે જ સરકારે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે કોઈ પણ હોસ્પિટલ દર્દી પાસેથી પૈસા નહિં લેવાના રહેશે નહિં.

Previous articleબિટકોઈન કૌભાંડ : નલિન કોટડિયાએ CIDને પત્ર લખી હાજર થવા મુદ્દત માંગી
Next articleકેનાલમાં આત્મહત્યા કરતા રોકવા પોલીસનો નવતર પ્રયોગ