અકવાડા ગામે તલાવડી પાસે રેડ કરી ઘોઘારોડ પોલીસે રૂા.૩૩ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
ઘોઘારોડ પોલીસ સ્ટાફે પેટ્રોલીંગ દરમિયાન મળેલી પૂર્વ બાતમીના આધારે અકવાડા ગામે તલાવડી પાસે રેડ કરી ટોર્ચના અંજવાળે જુગાર રમતા સાત શખ્સોને રૂા.૩૩ હજારની રોકડ સહિત મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી. ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર આર.આઇ.સોલંકીના માર્ગદર્શન મુજબ ડી સ્ટાફના જે.જે.સરવૈયા, યોગેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ, અનીલભાઇ દામજીભાઇ, નીલેશભાઇ અનીલભાઇ, અજયસિંહ ચંદ્રસિંહ, રવિરાજસિંહ પાવરા, નરેન્દ્રસિંહ બલરાજસિંહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત રીતે આધારભુત હકિકત મળેલ કે અકવાડા ગામ, અવાણીયારોડ, તલાવડી પાસે જાહેર ખુલ્લી જગ્યામાં અમુક માણસો ભેગા મળી પૈસા પાના વડે ગંજીપાનાથી હારજીતનો જુગાર રમે છે જે હકિકત આધારે રેઇડ કરતા નરેશ ઉર્ફે પથુ રતીલાલભાઇ મકવાણા, (ઉવ.૩૭), વિશાલ નગીનભાઇ ગોહેલ (ઉવ.૩૩), સંજયભાઇ રામજીભાઇ પરમાર (ઉવ.૩૮), પરબતભાઇ ભોપાભાઇ મકવાણા (ઉવ.૩૪), સંદિપભાઇ મણીભાઇ સિધ્ધપુરા (ઉવ.૩૫), પ્રકાશભાઇ ભોપાભાઇ રાઠોડ (ઉવ.૨૪), કિરીટસિંહ અખુભા વાળા (ઉવ.૪૭) સહિત સાત શખ્સો ગંજીપાનાના પાના-૫૨ તથા રોકડ રૂા.૩૨,૯૮૦/ ના મુદામાલ સાથે મળી આવતા તેઓને જુગારધારા કલમ-૧૨ મુજબ અટક કરી આગળની કાર્યવાહી પોલીસ એ.એસ.આઇ. જે.જે.સરવૈયાએ હાથ ધરેલ છે.