હું અને રહાણે જલ્દી સદી ફટકારવાના છીએ : ચેતેશ્વર પુજારા

124

મુંબઈ, તા.૨૪
કાનપુર ટેસ્ટ પહેલા ચેતેશ્વર પુજારાની મોટી જાહેરાત કહ્યું ચિંતા કરવાની કોઈ વાત નથી. હું ૫૦-૬૦ રન બનાવી રહ્યો છું અને જ્યાં સુધી હું આ રીતે રમી રહ્યો છું ત્યાં સુધી ચિંતા કરવાની કોઈ વાત નથી. સદી પણ જલ્દી આવશે. તેણે અજિંક્ય રહાણે માટે પણ આ જ વાત કહી. પૂજારાએ કહ્યું રહાણે મોટો ખેલાડી છે. અમુક સમય એવા હોય છે જ્યારે ખેલાડીને ખરાબ તબક્કામાંથી પસાર થવું પડે છે. તે પોતાના જૂના ફોર્મથી માત્ર એક ઈનિંગ દૂર છે. તે સારી સ્થિતિમાં છે અને મને લાગે છે કે તે આ શ્રેણીમાં રન બનાવશે. ચેતેશ્વર પુજારા એ કાનપુરના ગ્રીન પાર્કની પીચ વિશે પણ વાત કરી અને કહ્યું, “મેં આજે પીચ જોઈ છે. પરંતુ જ્યાં સુધી મારા અનુભવની વાત છે, તે સ્પિનરોને મદદ કરશે તેવી અપેક્ષા છે. અમે ન્યૂઝીલેન્ડને હળવાશથી નહીં લઈએ અને તેના માટે તમામ તૈયારીઓ કરીશું. તેણે કહ્યું કે અમારું ધ્યાન અત્યારે ટીમ ઈન્ડિયા ની જીત પર છે અને અમે એ જ ઈરાદા સાથે મેદાનમાં ઉતરીશું. કાનપુરમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ મેચને લઈને બંને ક્રિકેટ ટીમો પહોંચી ચૂકી છે. આ સાથે જ ભારતીય ખેલાડીઓને પિરસનાર ભોજનને લઈને હંગામો મચી ગયો છે.ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ૨૫ નવેમ્બરથી કાનપુરમાં પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઈ રહી છે. આ ટેસ્ટ મેચ પહેલા વાઈસ-કેપ્ટન ચેતેશ્વર પુજારા એ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમાં આપેલા પોતાના નિવેદનોથી ન્યુઝીલેન્ડ માટે ખતરાની ઘંટડી સમાન હતી. પૂજારાએ કહ્યું છે કે તે ટૂંક સમયમાં સદી ફટકારવા જઈ રહ્યો છે. તેણે આ ફક્ત પોતાના વિશે જ નહીં સાથે રહાણે ના બેટથી સદી ફટકારવાની આગાહી પણ કરવામાં આવી છે.

Previous articleયે રિશ્તામાં અભિમન્યુ પ્રત્યેનો અક્ષરા પ્રેમ કબૂલશે
Next articleGPSC, PSI,નાયબ મામલતદાર,GSSB પરીક્ષાની તૈયારી માટે