ગાંધીનગરમાં ઝાડા-ઉલ્ટીના દર્દીઓમાં ચિંતાજનક વધારો : આરોગ્ય વિભાગને એલર્ટ કરાયું

875
gandhi1152018-3.jpg

ગાંધીનગર શહેર તેમજ જિલ્લાના ગામોમાં છેલ્લા થોડા દિવસથી ઝાડ-ઉલ્ટીના વ્યાપક કેસ નોંધાય છે. સમગ્ર ગાંધીનગર જિલ્લામાં એક સપ્તાહમાં સરકારી ચોપડે ૩૦૦થી પણ વધુ કેસ નોંધાય છે. 
જ્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સાત દિવસમાં સોથી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી છે. ઝાડા-ઉલ્ટી સહિત પાણીજન્ય રોગના દર્દીઓમાં ચિંતાજનક વધારો જણાતા આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પુરો પાડવામાં આવતા પાણીના પુરવઠામાં ક્લોરીનેશન વધારવા આદેશ આપી દેવામાં આવ્યો છે.
એટલુ જ નહીં, આ પાણીનું સમયાંતરે ચેકીંગ પણ કરવું પણ અતિ આવશ્યક છે આમ, સંભવીત રોગચાળાની સ્થિતિને લઇને તંત્રને સતર્ક રહેવા પણ સુચના આપી છે.
ગાંધીનગર શહેર તેમજ આસપાસના ગામો ઉપરાંત જિલ્લાના તમામ ગામોમાં હાલ છુટાછવાયા ઝાડ-ઉલ્ટીના કેસ પ્રકાશમાં આવી રહ્યા છે. ગરમી અને પાણીમાં ક્લોરીનેશનના અભાવે સમાન્યરીતે ઝાડા-ઉલ્ટી થતું હોવાનો તબીબોનું તારણ છે. તેવી સ્થિતિમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને સરકારી આરોગ્ય કેન્દ્રના જ આંકડાઓ ઉપર નજર કરીએ તો ગાંધીનગર જિલ્લામાં એક સપ્તાહમાં ૪૦૦થી વધુ ઝાડા-ઉલ્ટીના કેસ નોંધાય છે આ તો ફક્ત સરકારી ચોપડે નોંધાતા દર્દીઓની સંખ્યા છે આ ઉપરાંત ખાનગી ક્લીનીક અને દવાખાનામાં દર્દીઓની સંખ્યા ૭૦૦ને પાર પહોંચી જાય તેમ છે.ગરમીની સીધી અસર માનવ શરીર ઉપર પડી રહી છે તે વચ્ચે અખાદ્ય ખોરાક ખાવાને કારણે તુરંત જ ઝાડા-ઉલ્ટીની અસર શરુ થઇ જાય છે ફુડ પોઝનીંગના બનાવો પણ જિલ્લામાં બનાવા લાગ્યા છે ત્યારે આરોગ્ય તંત્ર પણ સતર્ક થઇ ગયું છે.
આ છુટાછવાયા કેસ રોગચાળાનુ રૃપ ન લઇ લે તે માટે ખાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે ,ગાંધીનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પુરો પાડવામાં આવતા પાણી પુરવઠામાં સુપર ક્લોરીનેશન કરવા જે તે ગામોમાં આદેશ આપી દેવામાં આવ્યા છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ અખાદ્ય પદાર્થોનો નિકાલ કરવા માટે ટીમ દ્વારા કામગીરી આવનારા દિવસોમાં કરવામાં આવશે .
ગ્રામજનોને વાસી ખોરાક નહીં ખાવા માટે સલાહ આપવામાં આવે છે એટલુ જ નહીં, ઝાડા-ઉલ્ટીની સામાન્ય સ્થિતિમાં પણ નજીકના દવાખાનામાં જઇને સારવાર કરાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત આવનારા દિવસોમાં આ છુટાછવાયા કેસ રોગચાળામાં ન પરીવર્તીત થાય તે માટે આરોગ્ય તંત્રએ સિવિલ હોસ્પિટલને સતર્ક રહેવા તેમજ પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરને એલર્ટ રહેવા માટે સુચના આપી છે. 

Previous articleકેનાલમાં આત્મહત્યા કરતા રોકવા પોલીસનો નવતર પ્રયોગ
Next articleનાના ખેડૂતોના હિતમાં સમગ્ર રાજયમાં રવિવારી શાક માર્કેટ શરૂ કરવા મુખ્યમંત્રીનું સૂચન