ભાવનગરના વરતેજથી બુધેલ ચોકડી સુધીના માર્ગ પર મસમોટા ખાડાઓ પડ્યા, વાહન ચલાવવું મુશ્કેલ બન્યું

140

ભાવનગર વરતેજથી બુધેલ ચોકડી સુધીનાં રોડની અત્યંત ખરાબ હાલતમાં હોવાથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. રોડ પર એક-બે ફૂટનાં મોટા ખાડા પડી ગયા હોવાથી વાહનચાલકોને વાહન ચલાવું ખુબજ મુશ્કેલ બન્યું છે. વરતેજથી બુધેલ તરફ જવાના રોડ પર દરરોજ હજારો વાહનોની અવરજવર થતી હોય છે. આ રોડ અગાઉ પણ વરસાદના કારણે તૂટી ગયો હતો. ભાવનગર વરતેજ થી બુધેલ ચોકડી સુધીના રોડની હાલત ખરાબ હોવાથી વાહન ચાલકોને વાહન લઈને જવું મુશ્કેલ બન્યું છે, આ રોડપર રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે તે એક કોયડો બની ગયો છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવેને જોડતો આ રોડ છે તો બીજી તરફ અમદાવાદ હાઇવે રોડ પર જવાનો મુખ્ય માર્ગ છે, વરતેજ થી આગળ વધતા રોડનું નામોનિશાન રહ્યું નથી તેવું લાગી રહ્યું છે, આ બાબતે તંત્રને રજૂઆત પણ કરવામાં આવેલ છે પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારનું રોડ રીપેરીંગનું કામ કરવામાં ન આવતા વાહન ચાલકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
જ્યારે માર્ગ અને મકાન વિભાગનાં અધિકારીનો કહેવું છે કે, જે તે સમયે અમારા વિભાગમાં આવતું હતું પરંતુ હાલમાં નેશનલ હાઈવે ઓથોરિટીમાં આવે છે. અમારા દ્વારા તેમને જાણ કરવામાં આવી છે અને વહેલી તકે આ રોડનું રીપેરીંગ કામ થઇ જશે તેવું આશ્વાસન આપ્યું હતું, હાલ આ રોડ પર અવારનવાર અકસ્માતના બનાવો પણ બનતા હોય છે જેના કારણે અગાઉ પણ મૃત્યુ પામ્યા હોવાના બનાવો પણ બની ચૂક્યા છે ત્યારે રોડનું રીપેરીંગ કામ બને તેટલું વહેલી તકે કરવામાં આવે તેવી વાહનચાલકો સહિત સ્થાનિક લોકોની માંગ ઉઠી છે.

Previous articleબોટાદ જિલ્લા પોલીસની સમગ્ર વર્ષ દરમિયાનની કામગીરી તથા કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરાઈ
Next article૧૬માં તેજસ્વી તારલાં, વિશિષ્ટ વ્યક્તિ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેતાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી