ગાંધીનગર જિલ્લાનું ધોરણ -૧ર સાયન્સનું ૭૭.૮૪ ટકા પરિણામ

838
gandhi1152018-1.jpg

ગાંધીનગર જિલ્લાનું ધોરણ -૧ર સાયન્સનું ૭૭.૮૪ ટકા પરિણામ આજે જાહેર થયું હતું. શિક્ષણમંત્રી સાથે વાત કરતાં તેમણે ઓછા પરિણામ અંગે ચિંતન અને એનાલીસીસ કરવાનું જણાવ્યું હતું. ગાંધીનગરમાં કુલ પ૬૭૬ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી જેમાંથી એ-૧ ગ્રેડમાં ફકત ૩ વિદ્યાર્થીઓ અને એ-ર ગ્રેડમાં ૧૩પ વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા હતા. જયારે ૧ર૬ર વવિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તિર્ણ થઈ શકયા ન હતા. ગાંધીનગરમાં જો કે ગેરરીતીનો એક પણ કેસ બોર્ડ તરફથી નોંધાયો નથી. 
છેલ્લા પાંચ વર્ષમાં ધો-૧૨ સાયન્સનું સૌથી ઓછું પરિણામ આવ્યા બાદ રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા આ મુદ્દે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. પરિણામ બાદ મુલાકાતમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કબુલાત કરતાં કહ્યું કે, શિક્ષણ વ્યવસ્થાની હાલની ડીઝાઈન ખામીયુક્ત રહેલી છે. જેમાં જરૂરી સુધાર કરવાનો સમય આવી ગયો છે.
પરિણામ અને વિદ્યાર્થીઓના હિત અંગે વાત કરતાં શિક્ષણમંત્રીએ કહ્યું કે, શિક્ષણ વ્યવસ્થામાં રહેલી ક્ષતિઓ ચર્ચાનો વિષય છે. જેના પર વારંવાર ચર્ચા કરવામાં આવી રહી છે. તેમજ ભવિષ્યમાં આ અંગે ચર્ચાઓ કરવામાં આવશે અને તેના પર જરૂરી પગલાં ભરવામાં આવશે. ચૂડાસમાએ બાળકોના ભવિષ્ય અંગે વાત કરતાં કહ્યું કે, ભવિષ્યમાં પણ આ અંગેની ચર્ચા કરવામાં આવશે અને તેમાં રહેલી ક્ષતિઓ જે પણ છે તેને સુધારવાનો પ્રયાસ કરાશે. તેમજ શિક્ષણનું સ્તર સુધારવા માટે રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે.

Previous articleનાના ખેડૂતોના હિતમાં સમગ્ર રાજયમાં રવિવારી શાક માર્કેટ શરૂ કરવા મુખ્યમંત્રીનું સૂચન
Next articleવહીવંચા બારોટ સમાજ માટે બારોટજી એપ્લીકેશન રાજકોટ ખાતે લોંચ કરાઈ