પાલિતાણામાં થયેલી બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, બે તસ્કરોને LCBએ ઝડપી પાડ્યા

110

LCBની ટીમે ચોરીનો રૂપિયા 2,09,600નો મુદ્દામાલ કબ્જે કર્યો
ભાવનગર એલસીબીની ટીમે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ચોક્કસ બાતમી આધારે બે રીઢા તસ્કરો ને ઝડપી પાલીતાણામા થયેલ બે અલગ અલગ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી રૂ.2,09,600 નો મુદ્દામાલ કબ્જે કરી ચોરીના બનાવને ડિટેક્ટ કર્યાં છે. સમગ્ર બનાવ અંગે ભાવનગર એલસીબી કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર તાજેતરમાં એલસીબી ની ટીમ પાલીતાણામા પેટ્રોલીંગ પર હોય એ દરમ્યાન બાતમી દારે માહિતી આપી હતી કે, બે શખ્સો બાઈક પર ચોરીનો મુદ્દામાલ વેચવા અગર સગેવગે કરવાની પેરવી કરી રહ્યાં છે. આથી ટીમે પાલીતાણા-તળાજા રોડપર ભીલવાસમા વોચ ગોઠવી એક બાઈક નં-જી-જે-04-ડીએચ-6085 પર શંકાસ્પદ હાલમાં પસાર થતાં બે શખ્સોને અટકાવી નામ સરનામામાં સાથે તેના કબ્જામાં રહેલ મુદ્દામાલ ની તલાશી સાથે પુછપરછ હાથ ધરી હતી, જેમાં અટક કરેલ શખ્સોએ પોતાના નામ જણાવેલ જેમાં સદ્દામ કાળું સમા તથા અક્ષય ચીથર ચણીયાળા રે બંને પાલીતાણા વાળા હોવાનું જણાવેલ હતું. ઝડપાયેલા શખ્સોના કબ્જામાં રહેલ એલઈડી ટીવી તથા સોના-ચાંદી ના દાગીના સહિત રોકડ રકમ અંગે સંતોષકારક જવાબ ન આપી શકતા બંને શખ્સોને પોલીસ મથકે લાવી સઘન પુછપરછ હાથ ધરતા આ મુદ્દામાલ પાલિતાણામા આવેલ અલગ અલગ બે રહેણાંકી મકાનો માથી ચોરી કરી વેચવા જતાં હોવાની કેફિયત આપતાં પોલીસ એ બંને શખ્સની ધડપકડ કરી બાઈક મોબાઈલ સોના-ચાંદના દાગીના ટીવી રોકડ મળી કુલ રૂ.2,09,600 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Previous articleભાવનગર શહેર ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરવામા આવી
Next articleભાવનગર રેલવે મંડલમાં 26 નવેમ્બરના રોજ “સંવિધાન દિવસ”ની ઉજવણી કરવામાં આવી