મંડલ રેલવે મેનેજરે અધિકારીઓ અને કર્મચારીઓને ઉપસ્થિત રહ્યા હતા ભારતીય સંવિધાનની પ્રસ્તાવના વાંચી પઠન કરેલ
ભાવનગર રેલવે મંડલમાં 26 નવેમ્બરને શુક્રવારના રોજ સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે ભાવનગરના મંડલ રેલવે મેનેજર મનોજ ગોયલે મંડલના અધિકારીઓ અને કર્મચારીઓને ભારતીય સંવિધાનની પ્રસ્તાવના વાંચી પઠન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય સંવિધાનની પ્રસ્તાવના અને સંવિધાન ના મૂલ્યો વાંચવામાં આવી. આ પ્રસંગે મંડલના તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. ભાવનગર મંડલના તમામ સ્ટેશનો પર આ પ્રકારનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ભારતના લોકો, ભારતને સંપૂર્ણ સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસત્તાક બનાવવા માટે, અને તેના તમામ સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચારની સ્વતંત્રતા, અભિવ્યક્તિ, વિશ્વાસ, ધર્મ અને ઉપાસના, પ્રતિષ્ઠા અને અવસરના સમાનતા હાંસલ કરવા અને દેશની એકતા અને અખંડિતતાને સુનિશ્ચિત કરે છે તેવા બંધુત્વ વધારવા માટે નિશ્ચિત પણે આપણે આ સંવિધાનને અપનાવ્યું છે, અમલ કર્યું છે અને આત્મસમર્પણ કરેલ છે. આ પ્રસંગે સુનિલ આર. બારાપાત્રે (એડીશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર) અને અન્ય અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.