સરપંચ સામે ૧ વર્ષ અને તાલુકા પંચાયતના પ્રમુખ સામે ૬ માસ સુધી અવિશ્વાસની દરખાસ્ત હવે નહીં તેવા ગુજરાત હાઈકોર્ટના મહત્વપૂર્ણ નિર્ણય અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કોઈપણ જગ્યાએ અકસ્માતમાં ૪૮ કલાકમાં રૂા.પ૦ હજાર ચુકવવાના મહત્વપૂર્ણ નિર્ણયને તાલુકા પ્રમુખો વલ્કુભાઈ બોસ અને કરણભાઈ બારૈયાએ આવકાર્યા હતા. સુત્રો દ્વારા જાણવા મળતી વિગત પ્રમાણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયો જેમાં કોઈપણ ગામના સરપંચને એક વર્ષ અને તાલુકા પંચાયતના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત નહીં મુકાય તેને તેની કામગીરી કરવાની તક આપવા આદેશ ગુજરાતમાં પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને મહત્વપૂર્ણ આદેશ અપાયો છે. આ આદેશના પગલે રાજ્યમાં ગ્રામ પંચાયત ઈલેક્શન બાદ તુરંત આવતી ઢગલાબંધની અવિશ્વાસની દરખાસ્ત પર હવે બ્રેક લાગી જશે. ગુજરાત હાઈકોર્ટે આદેશની સાથોસાથ ચૂંટણી બાદ અવિશ્વાસની દરખાસ્ત પછીની સમય મર્યાદા પણ નિયત કરીદીધી છે જેને કારણે ગ્રામ પંચાયતમાં સરપંચ હોય કે અન્ય મેમ્બર દરેકને ચોક્કસ સમય સુધી પોતાની ગ્રામ વિકાસલક્ષી કામગીરી બતાવવાની તક મળી રહેશે. હાઈકોર્ટે કહ્યું કે, સરપંચ સામે તેની ટર્મના ૧ વર્ષ સુધી પંચાયતના સભ્યોને આવરી લેવાયા છે અને તાલુકા પંચાયત હોય તો તેના પ્રમુખ સામે ૬ માસ સુધી અવિશ્વાસની દરખાસ્ત નહીં લાવી શકે. હાઈકોર્ટે અવલોકન પણ કર્યુ છે કે ચૂંટણી પુરી થયા બાદ તુરંત જ સરપંચને અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરીને સરપંચને દુર કરવા એ પંચાયતી રાજના મુળ હેતુથી વિપરીત છે. હાઈકોર્ટના નિર્ણયને તેમજ રાજ્યના ઉપમુખ્યમંત્રીએ કરેલા આદેશ કે કોઈપણ જગ્યાએ અકસ્માતમાં ઈજારસ્તોને પ્રથમ સારવાર માટે ૪૮ કલાકમાં જ રૂા.પ૦ હજાર જે-તે ઈજાગ્રસ્તના ખાતામાં જમા કરાશેના અતિ મહત્વપૂર્ણ નિર્ણયને રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ વલ્કુભાઈ બોસ તેમજ જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ બારૈયા જનતાવતી આવકારે છે.