અભિનેત્રી સુષ્મિતા સેન આર્યા-૨નું ટ્રેલર રિલીઝ

115

મુંબઈ, તા.૨૬
બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેનની લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી વેબ સિરીઝ આર્યા ૨નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. વેબસિરીઝ ’આર્યા ૨’ની વાર્તા ત્યાંથી શરૂ થશે કે જ્યાં ’આર્યા’ની પહેલી સિઝનની વાર્તા ખતમ થઈ હતી. ફરક માત્ર એટલો જ છે કે વેબસિરીઝ ’આર્યા’ની બીજી સિઝન આર્યા ૨માં એક્ટ્રેસ સુષ્મિતા સેનનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે. વેબ સિરીઝ ’આર્યા’ની પ્રથમ સિઝનમાં જોવા મળ્યું હતું કે આર્યા (સુષ્મિતા સેન) એક ક્રાઈમ પરિવારમાંથી છે. પરંતુ, તે પોતાના પતિ અને બાળકોને ક્રાઈમની આ દુનિયામાંથી બહાર નીકાળવાના પ્રયાસો કરે છે. પણ, પતિની હત્યા થયા બાદ આર્યા તેના બાળકો સાથે દેશ છોડીને જતી રહે છે. જ્યારે આર્યાની બીજી સિઝન ’આર્યા ૨’માં આગળની વાર્તા દેખાડવામાં આવશે. આર્યા (સુષ્મિતા સેન) પતિના મોતનો બદલો લેવા માટે પરત આવે છે. ’આર્યા ૨’નું ટ્રેલર ખૂબ જ રોમાંચક લાગી રહ્યું છે અને સુષ્મિતા સેન પણ ખૂબ જ ખતરનાક જોવા મળી રહી છે. સુષ્મિતા સેન સ્ટારર આર્યા ૨ને રામ માધવાનીએ ડિરેક્ટ કરી છે. જે ઓટીટી પ્લેટફોર્મ પર તારીખ ૧૦ ડિસેમ્બરે રિલીઝ થશે.

Previous articleચાર દિવસમાં લઘુત્તમ તાપમાન ૭ ડિગ્રી ઘટ્યું
Next articleદ્રવિડે ભારતીય ક્રિકેટના દિગ્ગજો પાસેથી નવા ખેલાડીઓને ડેબ્યુ કેપ અપાવવાની જુની પરંપરા ફરી જીવિત કરી