લખવાનો શોખ એવો લાગ્યો છે કે બસ આપો આપ વિચાર થીયેટરમાં બેઠેલા પ્રેક્ષકોની જેમ ગોઠવાય જાય. તમને થતું હશેને એમ કેમ લખાઈ જાય ??? પણ ખરેખર ઉંબરાવાળી અને ડુંગરાવાળીની કૃપા છેને એટલેજ રોજ સૌ કોઈને માહિતગાર વસ્તુને હું સ્વ શબ્દોમાં આકાર આપી શકું છું. તમે માનો છો કે દેશમાં ચિટિંગ થાય છે ? બોગસ દસ્તાવેજો બને છે ? નકલી વસ્તુ વેચાય છે ? ડુપ્લીકેટ માલ બજારમાં મળે છે ??? હા કે ના ?? ના, હા, ના, હા….. હા પાડો હા, હવે બરાબર તો વાત છે દેશમાં વધી રહેલ બોગસ વસ્તુની ઠેક ઠેકાણે પૈસા આપો એટલે તમારે જોઈએ એ દસ્તાવેજ, ખાણી પીણી, રોજિંદા વસ્તુ અરે સાહેબ ડુપ્લીકેટ માણસ પણ મળી જાય છે. દેશમાં ક્રાઇમ રેટ એટલો વધી ગયો છે કે તેને રોકવા માટે જેટલા પણ ઉપાય શોધો એટલા નવા કિમિયા મળી જાય છે, બોગસ બિલ, પૈસા, ઝવેરાત બધું જ મળી જાય છે, બસ ફેકો પૈસા અને તમારી સામે વસ્તુ હાજર. લાખ કોશિશ, નિયમ કે કાનૂન બનાવો પણ જેવી રીતે પત્થર પર પાણી એવીજ રીતે ૧૦૦ સારા સામે ૧૦૧ ખરાબ ઉપાય બની જ જાય છે. કેહવાય છે કે અસત્ય પર હમેશાં સત્યનો વિજય થાય છે આ ભગવાનની વાણી છે, પણ આપણે જ આ વાક્યને ખોટું સાબિત કર્યું છે. ચલો એક વાર રોકવા માટે પહેલ પણ કરીએ પણ એની શરૂવાત ક્યાંથી કરીશું ???? નથી ને જવાબ, મારા પાસે પણ નથી બસ વર્ષોથી આમ ને આમ ચાલ્યું આવે છે અને આમ જ ચાલતું રહશે, આજે હું બોલીશ, કાલે બીજું કોઈ, પરમ દિવસે ત્રીજું બસ ખાલી આપણે બોલી જ શકીશું એના સિવાય કોઈ પાસે બીજા શસ્ત્ર છે ખરા ??? હે. ભગવાન સાચે જ તે માણસ ને બનાવ્યો અને એ જ માણસ આજે તને અને તારી બનાવેલી આખી દુનિયાને બનાવે છે. હે, નાથ આ તો તારી કેવી લીલા, બધું જાણતા પણ તું બને છે અનજાણ રાખે પાપ પુણ્યનો હિસાબ તેમ છતાં સંસારમાં વસે છે માનવરૂપી કસાબ. કોણ કરશે તારી આ બનાવેલી દુનિયાની હિફાજત બસ તારા ભરોસે છે આ માનવીના જીવનની અમાનત.
ભાવિક બી. જાટકિયા
સુરત – ૮૪૬૦૮૮૫૯૫૪