ઢસા-રસનાળ-પાડાપાણ રોડની દુર્દશાથી મુસાફરો, વિદ્યાર્થીઓ, ગ્રામજનો ત્રાહિમામ

1514
guj1152018-1.jpg

ગઢડા તાલુકાના ઢસા ગામથી -રસનાળ-પાડાપાણ રોડ છેલ્લા કેટલાક સમયથી બનાવ્યો જ નથી કે વ્યવસ્થિત રીપેર કરાયો નથી. પરિણામે આ રોડ એટલો ભંગાર થઇ ગયો છે કે ડામરનું જાણે નિશાન જ રહું નથી ડામર સાથેની ઝીણી મોટી કપચી તો ઉખડી ગઈ છે અને હવે તો રોડ લેવલ કરવા જે મોટી કપચી પાથરેલી હોય તે પણ ઉખડવા લાગી છે. રોડ ઉપરની ઉખડતી કપચી વાહનવાળાને નાના-મોટા પંચર પાડી રહી છે તો મોટી કપચીમાં વાહન સ્લીપ થઇ રહયા છે. રોડ ઉપરના ખાડા-ખડીયાને  કારણે વાહન ચાલકોને ઊંટ સવારી કરી રહયાં હોય તેવો અનુભવ થય રહ્યો છે.  રોડ ઉપરની નાની મોટી કપચી ઓ  બળદ-ગાડાના બળદો  અને માલઢોર માટે જોખમી બની રહીં છે. કારણ કે અણીદાર કપચી પશુંની ખરીઓ વચ્ચે વાગી જતા પશુની હાલત બે હાલત જોવા મળે છે. ઢસા-રસનાળ-પાડાપાણ રોડ સૌથી વધારે તો અપડાઉન કરતા વિદ્યાર્થીઓ ગ્રામજનો માટે મહત્વનો છે કારણ કે વધારે તો જુનવદર પાડાપાણ રસનાળથી આવતા વિદ્યાર્થીઓ અપડાઉન કરતા લોકો ગ્રામજનો અને કિસાનોને માટે ઢસા તાલુકા મથક જવુ હોય તો નાની મોટી ખરીદી કરવા  રસનાળ થયને જ આવું પડે છે. આથી આ રોડ કેટલો અગત્યનો છે. તે સમજી શકાય તેમ છે. આમ છતાં ઘણાં સમયથી ભંગાર થયેલાં રોડને નવો બનાવવા માટે આજ સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ નથી. અનેક રાજકિય નેતાઓ દ્વારા વારંવાર રજુઆત કરવામાં આવી છે. અનેક સરકારી અધિકારીઓ આ રસ્તેથી આવે અને જાય છે છતાં કોયને રોડના ખાડાઓ દેખાતા નથી. ઢસા-રસનાળ- પાડાપાણ-જુનવદર રોડ આજે પણ ભંગાર છે. આગામી દિવસોમાં ચોમાસાની સિઝન શરૂ થનાર હોય રસ્તા પરથી પસાર થવામાં લોકોને ભારે મુશ્કેલી ભોગવવી પડશે. જ્યારે હાલમાં ગ્રામજનો, વિદ્યાર્થીઓ, ખેડૂતો, મુસાફરો, વાહન ચાલકો તમામ ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે વહેલી તકે ચોમાસુ શરૂ થાય તે પહેલા રોડ નવો બનાવવા ઉગ્ર માંગ ઉઠવા પામી છે.

Previous articleસરપંચ સામે ૧ વર્ષ સુધી અવિશ્વાસની દરખાસ્ત ન કરવાના નિર્ણયને આવકાર
Next articleયોગ ક્ષેત્રે જાનવી મહેતાની વધુ એક સિદ્ધિ શિમલા ખાતે મિસ યોગીનું બિરૂદ મેળવ્યું