યોગ ક્ષેત્રે જાનવી મહેતાની વધુ એક સિદ્ધિ શિમલા ખાતે મિસ યોગીનું બિરૂદ મેળવ્યું

1157
bvn1152018-1.jpg

હાલ, શિમલા ખાતે ઓપન વર્લ્ડ યોગ ચેમ્પિયનશીપ – ર૦૧૮ અને વર્લ્ડ રકોર્ડ પ્રોગ્રામ કે જે યુથ સ્પોર્ટસ સોચીઅલ એન્ડ કલ્ચરલ સોસાયટી તેમજ યોગા સ્પોર્ટસ ફેડરશેન (ઈન્ડિયા) રેકોગ્નાઝ ગવર્મેન્ટ ઓફ એન.સી.ટી. દિલ્હી દ્વારા આયોજીત થઈ હતી જેમાં જાનવી જીગ્નેશભાઈ મહેતાને એથ્લેટીકસ ઈવેન્ટમાં પ્રથમ સ્થાનેર હીને ગોલ્ડ મેડલ મેળવ્યો તેમજ બધા વયજુથમાં પ્રથમ આવતા ખેલાડીઓ વચ્ચે બેસ્ટ ઓફ ધ બેસ્ટ ઈવેન્ટમાં પણ પ્રથમ સ્થાને રહી મિસ યોગીની-ર૦૧૮નું બિરૂદ મેળવ્યું. આ સિદ્ધિઓ ઉપરાંત જાનવીની બીજી વિશીષ્ટ સિદ્ધીઓને ધ્યાનમાં લઈને તેમને મહર્ષિ કેવ્લ્યા આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યું. જાનવી મહેતા યોગક્ષેત્રે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારત તરફથી અનેક ગોલ્ડ મેડલ મેળવી ચુકી છે. અને ભારત તથા ભાવનગરનું નામ રોશન કર્યું છે. 

Previous articleઢસા-રસનાળ-પાડાપાણ રોડની દુર્દશાથી મુસાફરો, વિદ્યાર્થીઓ, ગ્રામજનો ત્રાહિમામ
Next articleવિવિધ મોડેલ્સ દ્વારા વિજ્ઞાન-ગણિતનો કાર્યક્રમ