બહુજન સમાજ પાર્ટીનાં અધ્યક્ષા માયાવતી વડોદરામાં મહાસંકલ્પ દિવસ ઉજવણીના ઉપલક્ષમાં આવ્યાં હતાં. બાબાસાહેબ આંબેડકર જન્મશતાબ્દિ નિમિત્તે ગોઠવાયેલાં આ પ્રવાસમાં માયાવતીઓ ભારતીય સમાજમાં અસમાનતાનો મુદ્દે કહ્યું હતું કે તેઓની સરકાર હશે તો ઊનામાં બની તેવી ઘટના નહીં બને. વિધાનસભા ચૂંટણીને લઇને પક્ષના ગુજરાતમાં વડોદરામાં રેલી યોજીને પ્રચારકાર્યનો આરંભ કરાવતાં માયાવતીએ ભાજપ સરકાર પર આક્ષેપ કરતાં કહ્યું કે ભાજપના રાજમાં દલિત અધિકારો નથી રહ્યાં. જો મારી સરકાર હોત તો ઊનામાં બન્યો તેવો દલિતદમનનો બનાવ બન્યો જ ન હતો. અમારી સરકારમાં દલિતોને સન્માન મળત.
પીએમ મોદી વિશે ટીપ્પણી કરતાં કહ્યું કે મોદી આંબેડકરના નામે વોટ માગવા ડ્રામા કરે છે. વડોદરામાં મોદીએ સીએમ હોવા છતાં આંબેડકર સ્મારક બનાવ્યું ન હતું. ભાજપ દલિત આરક્ષણમાં ઘટાડો કરવાનો પ્રયત્ન કરે છે. ગુજરાતમાં બસપાની સરકાર લાવવાની અપીલ કરતાં માયાવતીએ હુંકાર કર્યો હતો કે તે ભાજપને સબક શીખવાડશે. ગુજરાતમાં અમારી સરકાર સોનામાં સુગંધ જેવી બની રહેશે. ગુજરાત વિધાનસભામાં હાલમાં બીએસપી પ્રતિનિધિત્વ કરતી નથી ત્યારે ગુજરાતમાં પગદંડો જમાવવા ઉત્તરપ્રદેશમાંથી ઉખડી ચૂકેલાં માયાવતીએ એડીચોટીનું જોર અજમાવવા તૈયારી કરી લીધી છે.