પશ્ચિમ રેલ્વે ભાવનગર ડિવિઝનમાં મીટરગેજ ટ્રેન સેવાઓ પુનઃસ્થાપિત કરીને મીટરગેજ ટ્રેન રૂટ દ્વારા મુસાફરોની પરિવહન સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ રોગચાળાને કારણે મીટરગેજ ટ્રેન સેવાઓ બંધ કરવામાં આવી હતી. હાલમાં વેરાવળ-અમરેલી અને અમરેલી-વેરાવળ વચ્ચે મીટરગેજ ટ્રેન સેવા શરૂ છે. મુસાફરો, જન પ્રતિનિધિઓ અને અન્ય હિતધારકોની માંગને ધ્યાનમાં રાખીને, રેલ્વે પ્રશાસને અન્ય મીટરગેજ ટ્રેનોને અનુક્રમે ફરીથી ચલાવવાનો નિર્ણય લીધો છે. મીટરગેજ ટ્રેનો ચલાવવા માટે લોકો એન્જીન ખૂબ જૂના છે, તેમને પેસેન્જર ટ્રેનો માટે સલામતી તપાસ અને સમારકામ માટે યોગ્ય બનાવવાના પ્રયાસો ચાલુ છે. રેલવે કર્મચારીઓ મીટરગેજ ટ્રેન સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે સમર્પિતપણે કામ કરી રહ્યા છે. આ ઉપરાંત અલગ-અલગ મીટરગેજ સેક્શનમાં ચાલતી ટ્રેનોના સુરક્ષિત સંચાલન માટે પણ નોંધપાત્ર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જે ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે.