ગઢડા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝબ્બે કરી જેલ હવાલે કર્યો
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના કેરાળા ગામે એક પરીવારમાં મિલ્કત મામલે ચાલતો કંકાસ કરૂણ બન્યો છે ગઢડા ગામે ઘરે એકલી રહેલી પુત્રવધૂ સાથે સસરાએ ઝઘડો કરી તિક્ષ્ણ હથિયારો ના ઘા ઝિંકી હત્યા કરી હત્યારો સસરો નાસી છુટ્યો હતો પરંતુ પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી ને ઝડપી જેલમાં મોકલી દિધો હતો.સમગ્ર બનાવ અંગે ગઢડા પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા કેરાળા ગામે રહેતા અને મજૂરી કામ કરતા રમેશ ભુપત ઉર્ફે ભોપા સરવૈયા એ ગઢડા પોલીસ સ્ટેશનમાં તેના પિતા ભુપત ઉર્ફે ભોપા સરવૈયા વિરુદ્ધ એવાં મતલબની ફરિયાદ નોંધાવી હતી કે મારી પત્ની પ્રભાબેન ને મારા પિતા ભુપત સાથે સંયુક્ત મિલ્કત ના મકાન બાબતે ઝઘડો ચાલતો હોય જેમાં ગત શુક્રવારે સાંજે ભુપત એ મારા ઘરે આવી જયાં મારી પત્ની પ્રભા એકલી હોય તેની સાથે ઝઘડો કરી કોઈ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોત નિપજાવી નાસી છુટ્યો હતો આ અંગે ગઢડા પોલીસે ભુપત ઉર્ફે ભોપા સરવૈયા વિરુદ્ધ હત્યા ની કલમ હેઠળ ગુનો નોંધી ગણતરી ના કલાકોમાં આરોપી ભુપતને ઝડપી જેલ હવાલે કર્યો હતો આ આરોપી ને સોમવારે રીમાન્ડ માટે બોટાદ કોર્ટમાં રજૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.