ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં જિલ્લા પંચાયતના સંવાદ હોલ ખાતે નિગરાની સમિતિની ક્ષમતા વિષયે જિલ્લા કક્ષાની કાર્યશાળાનો દીપ પ્રાગટ્ય કરી અને પ્રારંભ કરાવતાં જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલે ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) અંતર્ગત નિગરાની સમિતિની કાર્યક્ષમતા નિર્માણ અંગેની તાલીમનું મહત્વ સમજાવી વધુમાં ઉમેર્યુ હતું કે લોકઉપયોગી સ્વચ્છતાલક્ષી પગલા ભરવાથી સ્વચ્છ ભારત મિશનનો ઉદ્દેશ સફળ થશે. આ કાર્યશાળા સવારે ૯/૦૦ થી સાંજના ૧૭/૦૦ કલાક સુધી યોજાઈ હતી જેમાં માસ્ટર ટ્રેઈનર કમલેશભાઈ સોલંકી, મનોજભાઈ મોરી, વિમલ નાકુ તથા ડો. પરવેઝ પઠાણએ પ્રોજેકટર મારફતે સ્લાઈડ દર્શાવી લોકો દ્વારા લેવી પડતી કાળજી અને સ્વચ્છતા બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં તમાકુનો ઉપયોગ ન કરવા અંગે સમુહમાં શપથ લેવાયા હતા. આ કાર્યશાળામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ. પી. પંડ્યા, જિલ્લા આરોગ્ય અધિકારી એચ.એફ.પટેલ, સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) ના જિલ્લા કો-ઓર્ડીનેટર અને તેમની ટીમ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, નાયબ જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા મેલેરીયા અધિકારી, જિલ્લા લેપ્રેસી અધિકારી, જિલ્લા ટીબી અધિકારી, કુટુંબ કલ્યાણ અધિકારી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લા આંકડા અધિકારી, જિલ્લા પ્રોગ્રામ અધિકારી, નાયબ માહિતી નિયામક એસ. એમ. બુંબડીયા, તાલુકા વિકાસ અધિકારીઓ, તાલુકા આરોગ્ય અધિકારી, ડીએલએમ, ડીડીપીસી, ગુજકેટ ટીમ ઉપસ્થિત રહ્યા હતા.