નવી દિલ્હી, તા.૨૭
આજે સુરેશ રૈનાનો જન્મ દિવસ છે. ટીમ ઇન્ડિયા માટે લાંબો સમય સુધી ઓલરાઉન્ડર તરીકે રમનારા ખેલાડીએ ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ધોનીની નિવૃત્તીની સાથે જ પોતાની નિવૃત્તી પણ જાહેર કરી દીધી હતી ધોનીને પોતાના ભાઈ સમાન સમજનાર રૈના અલગ મિજાજનો વ્યક્તિ છે. રૈનાએ ક્રિકેટમાં નિવૃત્તી બાદ પોતાના જીવન પર એક પુસ્કતક લખ્યું છે જેનું નામ છે બિલીવ જેના સહ લેખક છે ભરત સુદર્શન જેઓ એક સ્પોર્ટ્સ પત્રકાર છે. સુરેન રૈના કે જેને ચેન્નાઈની આઈપીએલ ટીમના કારણે લોકો ચિન્ના થાલા અથવા થલા તરીકે જાણે છે તેના જીવનની કેટલીક વાતો આ બુકમાં છે. જોકે, આ વખતે ચેન્નાઈ સુપરકિંગ્સ તેને રિપીટ નહીં કરે અને તે લખનૌનો કેપ્ટન બની શકે છે. અસંખ્યા ખેલાડીઓની જેમ સચિન સુરેશ રૈનાનો પણ આદર્શ છે. સચિન તેંડુલકર સાથે તેના ટ્રેનિંગ સેશન દરિયાન રૈનાને જૂના દિવસો યાદ આવે છે જ્યારે સચિને એક દિવસ તેને કહ્યું કે ’બિલીવ ઇન યોરસેલ્ફ’ ત્યારબાદ રૈનાએ હાથ પર બિલીવ નામનું ટેટૂ ચિતરાુવી દીધું અને આ બિલીવ શબ્દ જ તેની બુકનો પ્રેરમા સ્રોત બન્યો. રૈનાનો જન્મ મુરાદનગર ઉત્તર પ્રદેશમાં અતિ સામાન્ય પરિવારમાં થયો હતો. ડ્રેનેજ અને કેનાલમાં રમીને મોટો થયેલો રૈના ગુલ્ફી, પકોડામાં ખુશ થઈ જતો હતો. તેના પિતા કાશ્મીરના માતા હિમાચલ પ્રદેશના હતા. રૈનાને નાનપણથી જ ક્રિકેટમાં રસ હતો અને તેથી તેને લખનૌમાં સ્પોર્ટ્સ હસ્ટેલમાં મૂકવામાં આવ્યો હતો. રૈના સારો વિદ્યાર્ પણ હતો. સુરેશ રૈના દ્વારા લખવામાં આવેલા પુસ્તક પર સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને મહેન્દ્રસિંઘ ધોની પર પુસ્તક છે. ખાસ કરીને વિવાદોમાં રહેલા ઓસ્ટ્રેલિયાના કોચ ગ્રેગ ચેપલ વિશે પણ રૈનાની ચોપડીમાં એક ચેપ્ટન છે. આટલા બધા વિવાદો વચ્ચે પણ રૈના લખે છે કે ચેપલે ભારતને શિખવાડ્યું કે કેવી રીતે જીતી શકાય છે. સુરેશ રૈનાના જીવનનો ટર્નિંગ પોઇન્ટ અન્ડર ૧૯નો વર્લ્ડ કપ હતો જેમાંતેમે ખૂબ સારુ પ્રદર્શન કર્યુ હતું. આ ઉપરાંત બોર્ડર ગાવસ્કર સ્કોલરશીપ જે તેને અને શિખર ધવનને સાથે મળી હતી તે પણ તેના જીવનનો ટર્નિંગ પોઇન્ટ હતો. સુરેશ રૈનાએ ૧૮ ટેસ્ટ મેચમાં ૩૧ ઈનિંગ રમી અને ૭૬૮ રન બનાવ્યા હતા જેમાં તેણે ૧ સદી અને ૭ ફિફ્ટી મારી હતી. તેનો ટેસ્ટનો હાઇએસ્ટ સ્કોર ૧૨૦ રન છે. જ્યારે તેણે ૨૨૬ વનડેમાં ૧૯૪ ઇનિંગ રમી અને ૫૬૧૫ રન બનાવ્યા હતા. જેમાં તેનો હાઇએસ્ટ ૧૧૬ રન હતો.