બેઠકમાં નવા વેરિએન્ટને લઈને ચર્ચા થઈ હતી : હાલમાં તો આ વેરિએન્ટનો કોઈ કેસ દેશમાં સામે આવ્યો નથી પણ સરકાર તેના પર નજર રાખી રહી છે
નવી દિલ્હી, તા.૨૭
અત્યાર સુધીના સૌથી ઘાતક કહેવાતા કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને પીએમ મોદીએ આજે ઉચ્ચાધિકારીઓની એક બેઠક બોલાવી હતી.
પીએમ મોદીની બેઠકમાં નવા વેરિએન્ટને લઈને ચર્ચા થઈ હતી.હાલમાં તો આ વેરિએન્ટનો કોઈ કેસ દેશમાં સામે આવ્યો નથી પણ સરકાર તેના પર નજર રાખી રહી છે.સાઉથ આફ્રિકામાં ગુરુવારે તેના ૨૨ કેસ સામે આવી ચુકયા છે. દરમિયાન દેશમાં આવનારા તમામ ઈન્ટરનેશનલ મુસાફરોનો સેમ્પલ એકઠા કરવામાં આવી રહ્યા છે અને પોઝિટિવ સેમ્પલને પ્રાથમિકતાના આધારે નવા વેરિએન્ટની તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.રાજ્યોને પણ સરકારે સૂચના આપી છે કે, દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ, બોત્સવાનાથી આવનારા અથવા આ દેશોમાંથી આવતી તમામ ફ્લાઈટના મુસાફરોનુ સ્ક્રીનિંગ કરવામાં આવે. સાથે સાથે રાજ્ય સરકારોને કહેવાયુ છે કે, સંક્રમિત થનારા મુસાફરોના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવે.