જાફરાબાદના ચિત્રાસર ગામે રહેતી મહિલા તથા તેના બે બાળકો નવ માસ પહેલા ગુમ થયા હતા. જેમની જાણવા જોગ જાફરાબાદ પોલીસ મથકમાં નોંધાતા પોલીસની સઘન તપાસ અને શોધખોળની કાર્યવાહીથી મહિલા તથા તેના બન્ને બાળકોને શોધી કાઢ્યા હતા.
રેન્જ આઈજીપી ભાવનગર તથા પોલીસ અધિક્ષક અમરેલીના તથા નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલાની સુચના અને માર્ગદર્શન મુજબ ગુમ થયેલ વ્યક્તિ તથા બાળકોને શોધી કાઢવા ઓપરેશન મુસ્કાન અંતર્ગત સુચના આપેલ હોય જે અનુસંધાને જાફરાબાદ પો.સ્ટે. ગુમ જાણવા જોગ કામે ગુમ થનાર દયાબેન ચંદુભાઈ ભીખાભાઈ શિયાળ ઉ.વ.ર૭ તથા પુત્ર જલ્પેશ ચંદુભાઈ શિયાળ ઉ.વ.૯, પુત્રી ઉર્વીશા ચંદુભાઈ શિયાળ ઉ.વ.૩ રહે.બધા ચિત્રાસર તા.જાફરાબાદવાળાને સઘન પ્રયત્નો કરી તા.૦૯-પના રોજ ગુમ થનાર માતા અને તેના બાળકોને શોધી કાઢેલ. આ ગુમ થનારને શોધી કાઢવામાં પોલીસ ઈન્સ્પેક્ટર જાફરાબાદ આર.ટી. ચનુરાની રાહબરી હેડ કોન્સ. સંજયભાઈ મકવાણા, હેડ કોન્સ. પી.ડી. કળસરીયા પો.કોન્સ. યશપાલસિંહ રાજેન્દ્રસિંહ, પો.કોન્સ. વિશ્વદિપસિંહ પ્રતાપસિંહએ કામગીરી કરેલ હતી.